News of Monday, 27th September 2021
સવારે અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો
સાબરમતી, વસ્ત્રાપુર, બોડકદેવ, રાણીપ, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ : સ્કૂલ-કોલેજ જતા વિદ્યાર્થીઓ તેમજ ઓફિસે જતા લોકોને ભારે હાલાકી
અમદાવાદ : આજે વહેલી સવારથી અમદાવાદના સાબરમતી, રાણીપ, વિસત, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે. મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારથી જ અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ત્યારબાદ અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો
શહેરના અનેક વિસ્તાોરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે વહેલી સવારે સ્કૂલ-કોલેજ જતા વિદ્યાર્થીઓ તેમજ ઓફિસે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સાબરમતી, વસ્ત્રાપુર, બોડકદેવ, રાણીપ, ચાંદલોડિયા સહિતના ભાગોમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે કેટલાક રસ્તાઓ પર પાણીના ખાબોચિયા પણ ભરાયા હતા.
જ્યારે ઠંડા પવન સાથે વરસાદ વરસતા શહેરમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી
(11:38 am IST)