ગુજરાત
News of Sunday, 27th September 2020

અમદાવાદના આજે 20 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત : જ્યારે 7 નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં વેસ્ટ ઝોનના 2, ઇસ્ટ ઝોનના 1, નોર્થ ઝોનના 1, નોર્થ વેસ્ટ ઝોનના 3 વિસ્તારનો સમાવેશ થાય છે : કુલ 208 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન કાર્યરત

અમદાવાદ : શહેરમાં કુલ 208 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર થઈ ગયા છે. ગઇકાલના 221 વિસ્તારમાંથી આજે 20 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે 7 નવા ઝોન ઉમેરવામાં આવ્યા છે. 8 નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં વેસ્ટ ઝોનના 2, ઇસ્ટ ઝોનના 1, નોર્થ ઝોનના 1, નોર્થ વેસ્ટ ઝોનના 3 વિસ્તારનો સમાવેશ થાય છે.

20 વિસ્તારને માઇક્રો કન્ટેન્ટમેન્ટ મુક્ત કર્યાં
 

શહેરના 20 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે. જેમાં સાઉથ ઝોનના 6, સાઉથ વેસ્ટ ઝોનના 5, નોર્થ વેસ્ટ ઝોનના 4, ઇસ્ટ ઝોનના 1, વેસ્ટ ઝોનના 4 વિસ્તારનો સમાવેશ થાય છે.

(10:19 pm IST)