વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાની સિંહ ' ત્રાડ ' થી બુટલેગરો લગામ પર
પારડી પોલીસ સ્ટેશનના સિનિયર પી એસ આઈ શક્તિસિંહ ઝાલાના રેકોર્ડ બ્રેક કેસો
(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલાએ જિલ્લામાં દારૂ જુગાર અટકાવવા કડક અભિયાન હાથ ધર્યું છે.ત્યારે વલસાડ જિલ્લામાં પણ દારૂની હેરફેર અને પ્રવૃત્તિને અટકાવવા હાથ ધરેલી કામગીરી અંતર્ગત સંઘ પ્રદેશમાંથી આવતા દારૂની પ્રવૃત્તિને અટકાવવા પારડી પોલીસએ 24 કલાકમાં 5 જેટલા ક્વોલિટી કેસો તેમજ મોપેડ તેમજ હાવુંસ રેડોનું જાણવા મડેલ છે વલસાડ જિલ્લામાં અનેક જગ્યાએ ચેક પોસ્ટ બનાવવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલાએ દમણિયા દારૂના અવાગમનને અટકાવવા કડક પેટ્રોલીગ સાથે જિલ્લામાં પ્રવેશતા તમામ માર્ગો ઉપર ચેક પોસ્ટ બનાવી છે.કપરાડા તાલુકામાં પ્રવેશદ્વાર કપરાડા તાલુકાના નાનાપોઢા પોલીસ મથક દ્વારા પણ મોરખલઓઝર, વારણા, વાડધા, જીરવલ,ઓમ કચ્છ અને નહેર નજીક ચેક પોસ્ટ બનાવવામાં આવી છે.જેમાં ત્રણ,ત્રણ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.પારડી પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઈ શક્તિસિંહ ઝાલાએ દારૂ વેચનાર તેમજ લાવનારને પોલીસ શું છે તેનો પાવર બતાવ્યો છે રેન્જ આઈજી રાજકુમાર પાંડિયનની સુચનાથી તેમજ ડો રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનએ બુટલેગરોના માર્ગ બંધ કર્યા છે