ગુજરાત
News of Sunday, 27th September 2020

દેડિયાપાડાના કુનબાર ગામમાં કેસની તપાસ કરવા ગયેલા કોન્સ્ટેબલને ગાળો આપનાર 3 મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ

અગાઉ મહિલાઓના પિતાજી વિરુદ્ધ દેડિયાપાડા પો.સ્ટે.માં ગુનો દાખલ થયો હોય તેનું પંચનામું કરવા ગયેલા પોલીસ કોન્સ્ટેબલની કામગીરીમાં દખલ કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડિયાપાડાના કુનબાર ગામમાં પિતા વિરૂદ્ધ થયેલા કેસની તપાસ કરવા ગયેલા દેડિયાપાડા પો.સ્ટે.ના કોન્સ્ટેબલને ગાળો આપનાર પુત્રીઓ  વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.
          પ્રાપ્ત માહિતી અનુસાર દેડિયાપાડા પો.સ્ટે.ના કોન્સ્ટેબલ કંચનભાઇ ખાલપાભાઇએ આપેલી ફરિયાદ મુજબ થોડા ઇન્દુભાઈ વસાવા નામના વ્યક્તિ વિરુદ્ધ ગાળાગાળી અને ધમકી આપવા બાબતેની ફરિયાદ દેડીયાપડા પો.સ્ટે.માં નોંધાતા આ કેસ ના પંચનામાં માટે કુનબાર ગામમાં ગયેલા પો.કો.કંચનભાઈને ઇન્દુભાઈની પુત્રીઓ પૈકી રેવાબેન વસાવા,રક્ષાબેન વસાવા અને રીતુબેન વસાવાએ પીતાજી ઇંદુભાઇને ગુનામાં અટક કરેલ હોય જેના કારણે કોન્સ્ટેબલની વિરૂધ રાગદ્વેસ રાખી ખોટી રીતે બદનામ કરવા માટે લોકો વચ્ચે ગમેતેમ ગાળો બોલી ફરી કોન્સ્ટેબલને જાહેરમાં પૈસા ખાવ છો તેવી બુમો પાડી ખોટા આક્ષેપો કરી પોલીસની કાયદેસ ની કાર્યવાહીમાં રૂકાવટ કરતા ત્રણેય પુત્રીઓ વિરુદ્ધ ડેડીયાપડા પો.સ્ટે.માં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(6:08 pm IST)