ગુજરાત
News of Sunday, 27th September 2020

રાજપીપળાના સંગીતકાર શિવરામ પરમારને રેવાના મોતી એવોર્ડ આપી સન્માનિત કરાયા

હિન્દી ફિલ્મના મ્યુઝીક ડાયરેક્ટર અને રાજપીપળાના જાણીતા સંગીતકાર શિવરામ પરમાર રેવાના મોતી એવોર્ડ એનાયત કરાતા તેમની સંગીત સફરમાં વધુ એક સન્માન ઉમેરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળામાં ઉછરીને મોટા થયેલા સંગીતકાર તરીકે જાણીતા બની મુંબઇની વાટ પકડનાર શિવરામભાઇ પરમારનુ નામ હવે બોલીવુડ જગતમાં જાણીતું થયું છે. હિન્દી ફિલ્મ( ટર્નિંગ પોઇન્ટ) માં મ્યુઝીક ડાયરેકટર તરીકે કામગીરી કરી હિન્દી ફિલ્મ જગતમાં પદાર્પણ કરી સંગીત ક્ષેત્રે રાજપીપળાનુ નામ રોશન કર્યું છે. હાલ મુંબઈ નગરીમા સ્થિત સંગીત કલાકાર શિવરામ પરમાર કોરોના મહામારીમાં સંગીતના માધ્યમથી લોકોને મનોરંજન પૂરું પાડતા હતા કોરોનામાં લોકો ઘરોમાં પુરાઈ રહેતા, માનસિક રીતે અસ્વસ્થ, નકારાત્મક વિચારો આવે ત્યારે શિવરામ પરમારે ફેસબુકના માધ્યમથી સતત 101 દિવસ સુધી 900 ગીતો ગાઇને સંગીત પીરસી લોકોને માનસિક રીતે સ્વસ્થ બનાવ્યા.તેમની સાથે ફિલ્મી કલાકારો સહિત યુએસએ અને વિદેશના અસંખ્ય લોકો જોડાયા. આ કામગીરી બદલ હાલમાં શિવરામ પરમારને ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ 2020 માં સન્માનજનક રીતે સ્થાન આપ્યું છે.આ  કામગીરી બદલ રેવાના મોતી તરીકે તરીકે નો એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

(5:45 pm IST)