ગુજરાત
News of Sunday, 27th September 2020

સુરતમાં છેતરપીંડીના ગુન્હ્માં ચાર વર્ષથી નાસતા ફરતા બે આરોપીને મોરબી પોલીસે ઝડપી લીધા

સુરત શહેરમાં છેતરપીંડીના ગુન્હામાં ચાર વર્ષથી બે આરોપીઓ નાસતા ફરતા હોય જેને મોરબી ડીવાયએસપી ટીમે મોરબી ખાતેથી ઝડપી લઈને સુરત પોલીસને સોપવા તજવીજ હાથ ધરી છે

   જીલ્લા એસપી એસ. આર. ઓડેદરાની સુચનાથી ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ તૈયાર કરવામાં આવી હોય જે ટીમ વણઉકેલ્યા ગુન્હાઓ શોધી કાઢવા કાર્યરત હોય દરમિયાન મહીધરપુરા પોલીસ મથક સુરત શહેરમાં નોંધાયેલ છેતરપીંડીના ગુન્હામાં આરોપી રમેશ કરશન કાવર અને પ્રવીણ લીંબાભાઈ રાણીપા એ બંને મોરબી શહેરમાં હોવાની બાતમીને આધારે બંનેને ઝડપી લઈને મહીધરપુરા પોલીસને સોપવા તજવીજ હાથ ધરી છે.

(5:43 pm IST)