ગુજરાત
News of Friday, 27th September 2019

નવરાત્રીમાં રોમિયોગિરી કરનારા સાવધાન :અમદાવાદ અમદાવાદ મહિલા પોલીસની 'રક્ષક' ટીમ રાખશે નજર

મહિલા ક્રાઇમબ્રાન્ચની 14 ટીમો બનાવાઈ : ટ્રેડીશનલ ડ્રેસમાં પણ જોવા મળશે.

અમદાવાદ : નવરાત્રીમાંરોમિયોગીરી કરનારા સાવધાન રહેજો, કારણ કે મહિલા ક્રાઇમબ્રાન્ચની રક્ષક ટીમની નજરમાંથી બચી શકશો નહીં. આ વર્ષે મહિલા ક્રાઇમબ્રાન્ચએ મહિલાઓની સુરક્ષા માટે ખાસ રક્ષક ટીમ બનાવી છે. જે રોમિયોગીરિ કરતા લોકો પર નજર રાખશે.

નવરાત્રીમાં રોમિયોગીરિ કરતાં રોમિયાઓએ માટે મહિલા ક્રાઇમ બ્રાન્ચની ટીમે નવરાત્રી દરમિયાન રક્ષક ટીમ બનાવી છે. જે સમગ્ર શહેરમાં જ્યાં મોટા પ્રમાણમાં ગરબા રસિકો ગરબા રમે છે ત્યાં પહોચી જશે. અને રોમિયોની એક એક હરકત પર નજર રાખશે. પોલીસએ આ વર્ષે મહિલા ક્રાઇમબ્રાન્ચની 14 ટીમો બનાવી છે.જે ટીમમાં કેટલાક સભ્યો ટ્રેડીશનલ ડ્રેસમાં પણ જોવા મળશે.જે મહિલાઓની વચ્ચે જઇને ગરબા રમવાની સાથે સાથે આસપાસની પ્રવૃત્તિઓ પર પણ નજર રાખશે

(12:18 am IST)