ગુજરાત
News of Friday, 27th September 2019

મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે 10 કરોડના ખર્ચે નિર્મિત તાપ્તી વેલી સ્કૂલના સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું ઉદ્દઘાટન

અદ્યતન સુવિધાઓથી સજ્જ ઇનડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું નિર્માણ

 

સુરત : મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું ઉદ્ઘાટન કર્યુ હતું. પ્રસંગે અતિથિ વિશેષ તરીકે આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવા; સ્ટેટ કોઓપરેશન, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવત્તિ, પરિવહન (રાજ્યકક્ષા) મંત્રી ઇશ્વર પટેલ તથા રાજ્યકક્ષાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ, મેડિકલ એજ્યુકેશ મંત્રી કિશોર કાનાણી ઉપસ્થિત રહ્યા હતા. ઊપરાંત કાર્યક્રમમાં સાંસદ સી.આર. પાટીલ અને દર્શના જરદોશ, ધારાસભ્યો મૂકેશ પટેલ, કાન્તિ બલર, પ્રવિણ ઘોઘારી, વિવેક પટેલ, વિનોદ મોરડિયા, અરવિંદ રાણા, વી.ડી. ઝાલાવાડિયા, હર્ષ સંઘવી, ઝંખના પટેલ, પૂર્ણેશ મોદી, સંગીતા પાટીલ અને મેયર ડો. જગદીશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

   અદ્યતન સુવિધાઓથી સજ્જ ઇનડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના ઉદ્ઘાટન પ્રસંગે તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન પ્રમોદ ચૌધરી, વાઇસ ચેરમેન વિનોદ એફ. અગ્રવાલ, સેક્રેટરી રસિક નરનારાયણ જાલાન, પ્રિન્સિપાલ જી.આર. શિવાકુમાર, તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલના બોર્ડ ઓફ ગવર્નર્સ, અનિલ ચૌધરી, બાબુલાલ મિત્તલ, ગજાનંદ એસ. અગ્રવાલ, ગૌરી શંકર કોકરા, ગોવિંદપ્રસાદ જી. સરાવગી, જયપ્રકાશ અગ્રવાલ, જિતેન્દ્ર કુમાર આર્ય, માધવ ભાગેરિયા, મહેન્દ્ર ચૌધરી, મહેશ ભીમસરિયા, મૂકેશ કે. કોકરા, નરેશ અગ્રવાલ, રાજેશ બી. પોદ્દાર, રાજીવ બી. ચૌધરી, રાજકુમાર અગ્રવાલ, રાકેશ સરાવગી, સંજય પોદ્દાર, સંજય સરાવગી, વિદ્યાકર બંસલ, વિમલ પોદ્દાર અને વિનોદ એચ. અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

(12:03 am IST)