ગુજરાત
News of Friday, 27th September 2019

અમદાવાદના નિકોલમાં ચાલતા દારૂના અડ્ડાઓ સામે મહિલાઓ મેદાને : થાળી વેલણ વગાડી રોષ ઠાલવ્યો

દારૂ પીને અસામાજિક તત્વો ધમાલ કરતા હોવાનો મહિલાઓનો આક્ષેપ

અમદાવાદના નિકોલમાં ચાલતા દારૂના અડ્ડાઓ સામે મહિલાઓ ઉગ્ર બની વિરોધ કર્યો  હતો સ્થાનિક  મહિલાઓએ થાળી વેલણ વગાડીને દારૂના દૂષણ સામે રોષ વ્યક્ત કર્યો હતો

 આ  વિસ્તારમાં દારૂ પીને અસામાજિક તત્વો ધમાલ કરતા હોવાનો મહિલાઓનો આક્ષેપ છે. જેને લઈ મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી અને સુત્રોચ્ચાર સાથે દારૂના અડ્ડાઓ બંધ કરવા માગ કરી.   

 હતી

    અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા રાજકોટમાં પણ મહિલાઓએ દારૂના અડ્ડાઓ પર દરોડા પાડી પોલીસની ઉંઘ ઉડાડી હતી.

(11:47 pm IST)