ગુજરાત
News of Friday, 27th September 2019

સુરત સિવિલ હોસ્પિટલમાં પાર્ક કરેલી કારમાં બૉમ્બ હોવાની વાતે સમગ્ર તંત્રમાં દોડધામ

કારના કી સેન્સરમાં કોઇ ખામી હોવાના કારણે ઘડીયાળ જેવો અવાજ આવતો હતો

 

સુરત સિવિલ હોસ્પિટલના કાર પાર્કિંગની એક કારમાં ટાઇમ બોંબ હોવાની વાતે સમગ્ર તંત્રને દોડતુ કરી નાખ્યુ હતું. કારમાંથી ઘડીયાળ જેવો અવાજ આવતા પહેલા પોલીસને જાણ કરાઇ હતી. જે બાદ કારના નંબરથી માલિક અંગે માહીતી મેળવ્યા બાદ મિકેનિકને બોલાવીને કારના બોનેટને ખોલાયુ હતું

  . બોનેટ ખોલતા જાણ થઇ હતી કે કારના કી સેન્સરમાં કોઇ ખામી હોવાના કારણે પ્રકારનો અવાજ આવી રહ્યો હતો. જેથી કારમાં કોઇ બોંબ હોવાની જાણ થતા સૌ કોઇએ રાહતનો દમ લીધો હતો. તપાસમાં સામે આવ્યુ હતું કે કાર સિવિલ હોસ્પિટલના એક કર્મચારીની કાર હતી.

(11:22 pm IST)