ગુજરાત
News of Friday, 27th September 2019

ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી માટે વિવિધ કેટેગરીના ત્રણ ટુરિઝમ એવોર્ડ મળ્યા

નવી દિલ્હીઃ વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે નવી દિલ્હી ખાતે વર્ષ 2017-18 માટેના ટૂરિઝમ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસે પ્રવાસન ક્ષેત્રે વિવિધ કેટેગરીમાં કુલ 76 એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા.

  આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યકક્ષાના પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રી પ્રહલાદ સિંઘ પટેલ, UNWTOના સેક્રેટરી જનરલ ઝુરાબ પોલોલિકાશ્વી, પેરાગુએના પ્રવાસન મંત્રી સોફિયા મોનિટેલ, પ્રવાસન સચિવ યોગેન્દ્ર ત્રિપાઠી સહિત 82 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્યને પ્રવાસન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગિરી બદલ 3 કેટેગરીમાં એવોર્ડ મળ્યા છે. 

'વિશ્વ પ્રવાસન દિવસ-2019' સમારોહનું ઉદ્ઘાટન કરતા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ જણાવ્યું કે, "સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠન (UNWTO) દ્વારા વિશ્વ પ્રવાસન દિવસ 2019 ઉત્સવ માટે યજમાન દેશ તરીકે ભારતની પસંદગી કરાઈ છે તે ઘણી જ પ્રસન્નતાની બાબત છે. પ્રવાસન ગતિવિધિઓ એવી હોવી જોઈએ જેનાથી લોકો અને પ્રવાસન સ્થળોનાં પર્યાવરણને ફાયદો પહોંચે.

(10:22 pm IST)