ગુજરાત
News of Friday, 27th September 2019

અમદાવાદીને પરિવારને બદલે મિત્રો સાથે પ્રવાસે જવાનું પસંદ

લોમ્બાર્ડનાં અભ્યાસના રસપ્રદ તારણો જારી થયા : ૭૫ ટકા લોકો અંગત મિત્ર અને સાથી કર્મચારીને આદર્શ પ્રવાસી તરીકે પસંદ કરે છે : સર્વેક્ષણમાં રસપ્રદ તારણો

અમદાવાદ, તા.૨૭ : બોલીવૂડની પ્રસિદ્ધ ફિલ્મનો સંવાદ છે કે, દોસ્તી કી હૈ તો નિભાની પડેગી સાંભળવામાં બહુ સારું લાગે છે ને? બિલકુલ નહીં એવું આઇસીઆઇસીઆઈ લોમ્બાર્ડ જણાવે છે. વર્લ્ડ ટૂરિઝમ ડેનાં પ્રસંગે ખાનગી ક્ષેત્રની અગ્રણી નોન-લાઇફ વીમાકંપનીએ તાજેતરમાં હાથ ધરેલા એક અભ્યાસનાં તારણોમાં બહુ રસપ્રદ ખુલાસો થયો છે કે, ભારતીયો તેમનાં મિત્રો સાથે વેકેશન (બડ્ડીકેશન) પર જાય છે અને સંપૂર્ણ ગ્રૂપને આપેલી ખાતરીઓ પૂર્ણ કરવા માટે વ્યક્તિગત રીતે ઘણી બાબતો સાથે સમાધાન કરે છે. સર્વે સૂચવે છે કે, અમદાવાદમાં શાળાઓ કે કોલેજોનાં મિત્રો વાર્ષિક વાર્ષિક એલુમિની બેઠક દરમ્યાન મળવાને બદલે બડ્ડીકેશન્સ પર મળવાનું વધારે પસંદ કરે છે (૧૧ ટકા). અભ્યાસ મુજબ, ૯૪ ટકા અમદાવાદીઓ તેમનાં પરિવારજનો કરતાં તેમનાં મિત્રો સાથે વેકેશનની મજા માણવાનું પસંદ કરે છે. ઉપરાંત અભ્યાસમાં એવો પણ ખુલાસો થયો હતો કે, ૭૫ ટકા ઉત્તરદાતાઓએ પ્રવાસ માટે આદર્શ સાથીદારો તરીકે અંગત મિત્રો અને સહકર્મચારીઓની પસંદગી કરી હતી.

           મોટાં ભાગનાં ઉત્તરદાતાઓ મિત્રો સાથે વેકેશનને સકારાત્મક બાબત તરીકે લે છે. ૭૨ ટકા ઉત્તરદાતાઓ યાદગાર ક્ષણો માણવા બડ્ડીકેશન પર જાય છે અને મિત્રો સાથે સારો સમય પસાર કરે છે, ત્યારે ૫૭ ટકા નવા સ્થળો અને નવી વાનગીઓ માટે બડ્ડીકેશન પર જાય છે. ભારતીયો વચ્ચે પ્રવાસની પેટર્નમાં પરિવર્તન થયું છે. પરિવારજનોને સાથે લીધા વિના ભારતીયો નવા સ્થળો માણી રહ્યાં છે. ભારતમાં આ મોટા પ્રવાહનું પ્રતિબિંબ છે, જેમાં યુવાન લોકો ફેમિલી વેકેશનને બદલે બડ્ડીકેશનને વધારે પસંદ કરી રહ્યાં છે. સ્કાયસ્કેનર ઇન્ડિયાનાં જણાવ્યા મુજબ, ૨૪ ટકા યુવાન પ્રવાસીઓ તેમનાં મિત્રો સાથે પ્રવાસને પસંદ કરે છે, ત્યારે ૧૭ ટકા તેમનાં પરિવારજનો સાથે પ્રવાસ કરે છે. આ સર્વે પર આઇસીઆઇસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી સંજીવ મંત્રીએ કહ્યું હતું કે, આઇસીઆઇસીઆઈ લોમ્બાર્ડમાં અમારી બ્રાન્ડ વચનો પાળવા માટે પ્રતિબદ્ધ છે અને આ ખરી મૈત્રીનો આધાર છે. મિત્રોને પુનઃ મળવા માટે મિત્રો માટે કોઈ પ્રસંગે વેકેશન પર જવાનું ચલણ વધી રહ્યું છે.

                   તેઓ એકબીજાની કંપની પસંદ કરે છે અને સહિયારો નિર્ણય લેવાની પ્રક્રિયાનાં અનુભવને માણે છે. આ સંપૂર્ણ ગ્રૂપને આનંદ પણ આપે છે, જે આધુનિક બડ્ડીકેશનનું હાર્દ છે. અભ્યાસ નિર્ણય લેવામાં મૈત્રીપૂર્ણ સંબંધોનાં વધતા પ્રભાવનો પુરાવો છે. ઉદાહરણ તરીકે, અમદાવાદમાં ૩૦ ટકા ઉત્તરદાતાઓ તેમનાં મિત્રોને અનુસરે છે, ત્યારે ૩૯ ટકાએ સ્વીકાર્યું હતું કે, તેઓ તેમની પાસેથી માર્ગદર્શન લે છે અથવા તેમનાં કહેવા મુજબ નિર્ણય લે છે. આ પ્રકારનાં નિર્ણયોનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવાની જરૃર છે. અમારાં સર્વેનાં તારણો સૂચવે છે કે, બડ્ડીકેશન પર અમદાવાદીઓ રાહત માણે છે અને થર્ડ પાર્ટીને સુવિધાજનક પ્રવાસ અને લોજિસ્ટિક્સની સુનિશ્ચિતતામાં અવરોધ પેદા કરે છે. સાથે સાથે ૩૮ ટકાએ સ્વીકાર્યું હતું કે, જ્યારે તેઓ બડ્ડીકેશન પર જતાં અગાઉ દરેક ટ્રાવેલ વીમો ખરીદે એવું સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે, ત્યારે ૩૨ ટકાએ જણાવ્યું હતું કે, અન્ય મિત્રોએ અગાઉ સ્થળની મુલાકાત લીધી છે કે નહીં તેની ચકાસણી જ તેઓ કરે છે.

(9:34 pm IST)