ગુજરાત
News of Friday, 27th September 2019

હવે ગુજરાતમાં ઓટોમેટિક વેધર સ્ટેશન કાર્યરત કરાશે

જળ સંશાધનના વદુ સુદૃઢ અમલીકરણની તૈયારી : ૮૨ નવા ઓટોમેટિક વેધર સ્ટેશનો તેમજ ૫૦ સ્ટેશનના અપગ્રેડ કરાશે : ડેમ પર ઓટોમેટિક વોટર લેવલ રેકોર્ડર

અમદાવાદ,તા.૨૭ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં અસરકારક અને સુદ્રઢ વોટર રીર્સોસીસ મેનેજમેન્ટની વિવિધ કામગીરી માટે રીયલ ટાઇમ ઇન્ફરમેશન સીસ્ટમ પ્રસ્થાપિત કરવા ર૬.રપ કરોડ રૂપિયાના કામો મંજૂર કર્યા છે. આ હેતુસર રાજ્યમાં સર્ફેસ વોટરની રીયલ ટાઇમ ઇન્ફોરમેશન સિસ્ટમ માટે ૮ર નવા ઓટોમેટિક વેધર સ્ટેશન ઊભા કરવા ઉપરાંત પ્રવર્તમાન પ૦ ઓટોમેટીક સ્ટેશન્સનું અપગ્રેડેશન પણ કરવામાં આવશે. રાજ્યની નદીઓ તેમજ મોટા જળાશયો ડેમ પરના પાણીના સ્તરની જાણકારી પણ રીયલ ટાઇમ અને આપોઆપ મળી રહે તે માટે ૧૦૪ નદીઓ તથા ૭૬ મોટા જળાશયો ડેમ ઉપર ઓટોમેટિક વોટર લેવલ રેકોર્ડર નાંખવામાં આવશે.

                   અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્યમાં સરફેસ વોટર અને ગ્રાઉન્ડ વોટર માટે નેશનલ હાઇડ્રોલોજી પ્રોજેકટ અંતર્ગત ભારત સરકારે કુલ ૧૦૧ કરોડ આઠ વર્ષના સમયગાળા માટે ૧૦૦ ટકા ગ્રાન્ટ તરીકે ગુજરાત માટે મંજૂર કરેલા છે. તદ્દઅનુસાર, રાજ્યમાં વોટર રીર્સોસ ઇન્ફરમેશન સિસ્ટમ, પબ્લિક અવેરનેસ, હાઇડ્રોલોજીકલ મોડેલીંગ, રીસર્ચ એકટીવીટી, સ્ટડીસ અને ટ્રેઇનીંગ તથા કેપેસિટી બિલ્ડીંગની બહુવિધ કામગીરી હાથ ધરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજે ગુજરાતમાં ઓટોમેટિક વેધર સ્ટેશનને લીલીઝંડી આપવામાં આવ્યા બાદ ઉત્સુકતા વધી ગઈ છે. ઓટોમેટિક વોટર લેવલ  રેકોર્ડર મુકવામાં આવ્યા બાદ સપાટી સારીરીતે જાણી શકાશે. ડેમમાં કેટલુંપાણી છે તે સંદર્ભમાં તરત જ વોટર લેવલ રેકોર્ડરથી જાણી શકાશે. આને ખુબ મહત્વકાંક્ષી તરીકે ગણવામાં આવે છે. ટૂંકમાં જ આ દિશામાં ઝડપથી કામ શરૂ થશે.

(9:31 pm IST)