ગુજરાત
News of Friday, 27th September 2019

ડુંગળીના ભાવ વધારા મુદ્દે મંત્રી જયેશ રાદડિયાએ કહ્યું અતિવૃષ્ટિના કારણે ઉત્પાદન ઓછું થતા ભાવ વધારે છે

સરકાર ભાવ નિયંત્રણમાં લાવવા માટે વિચારણા અને ડુંગળીના સ્ટોક અંગે તપાસ કરશે.

રાજકોટ : ડુંગળીના વધતા ભાવથી સામાન્ય લોકોને પરેશાની થઇ રહી છે ડુંગળીના વધી રહેલા ભાવ સામાન્ય લોકો ને તો પરવડે તેમ જ નથી, ત્યારે રાજય સરકાર દ્વારા આયોજીત ભરતી મેળા માં ભાગ લેવા માટે કૅબિનેટ પુરવઠા મંત્રી જયેશ રાદડિયા રાજકોટ ખાતે પહોચ્યા હતા, જ્યાં તેવોએ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે ડુંગળીના ભાવ વધારા વિશે નિવેદન આપ્યું હતુ. તેમણે કહ્યું હતું કે અતિવૃષ્ટીના કારણે ઉત્પાદન ઓછું થયું છે જેના કારણે ડુંગળીના ભાવ વધારે છે. સરકાર ભાવ નિયંત્રણમાં લાવવા માટે વિચારણા કરશે. વધુમાં તેવોએ એમ પણ કહ્યું કે, 'સરકાર ડુંગળીના સ્ટોક અંગે તપાસ કરશે.

(7:26 pm IST)