ગુજરાત
News of Friday, 27th September 2019

ઠાસરા તાલુકાના કોટલીડોરામાં એક વર્ષ અગાઉ યુવકે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું: અદાલતે નરાધમને 12 વર્ષની સજાની સુનવણી કરી

ઠાસરા:તાલુકાના કોટલીંડોરાનો યુવક એક વર્ષ અગાઉ બાજુના ગામની સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો અને તેની ઉપર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ ડાકોર પોલીસ મથકે નોંધાઇ હતી. કેસ આજે નડિયાદ સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપી યુવકને ૧૨ વર્ષની સખત કેદની સજા અને દંડનો હુકમ ફટકાર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઠાસરા તાલુકાના કોટલીંડોર ગામના પરમાર ફળિયામાં ધીરજકુમાર પ્રવિણસિંહ પરમાર અને મહેશકુમાર ઉર્ફે ચેબો પ્રવિણસિંહ પરમાર  રહેતા હતા. ગત્ ૩૦મી ઓગષ્ટ,૨૦૧૮ના રોજ સવારના સાડા અગીયારના સુમારે ધીરજકુમાર બાજુના અમૃતપુરા ગામે રહેતી બળવંતભાઇ અરવિંદભાઇ પરમારની ભાણી (ઉં. વર્ષ ૧૬ વર્ષ માસ)ને લલચાવી, ફોસલાવી અને પટાવીને પોતાની બાઇક પર બેસાડી ભગાડી ગયો હતો. બાબતે ડાકોર પોલીસ મથકે ધીરજકુમાર વિરુદ્ધ બળવંતભાઇએ ફરિયાદ નોંધાઇ હતી

(5:51 pm IST)