ગુજરાત
News of Friday, 27th September 2019

સુરતના ભટાર વિસ્તારમાં શ્રમજીવી પરિવારની 11 વર્ષીય દીકરી સાથે શારીરિક છેડછાડ કરનાર નરાધમને લોકોએ ઝડપી પોલીસ હવાલે કર્યો

સુરત:ભટાર વિસ્તારમાં ખાડી કિનારે કચરો નાંખવા જનાર શ્રમજીવી પરિવારની 11 વર્ષની માસુમ બાળા સાથે અશ્લીલ વાત કરવા ઉપરાંત દુષ્કર્મ કરવાના બદઇરાદે અડપલા કરનાગ ગર્દુલ્લાને લોકોએ ઝડપી પાડી ખટોદરા પોલીસને હવાલે કર્યો હતો.

ભટાર વિસ્તારમાં રહેતા શ્રમજીવી મુસ્લિમ પરિવારની 11 વર્ષની માસુમ બાળા ગત સાંજે ચાર વાગ્યાના અરસામાં ખાડી કિનારે કચરો નાંખવા ગઇ હતી. દરમ્યાન બાળાની એકલતાનો લાભ લઇ આયાઝ શમશુદ્દીન શેખ (.. 25 રહે. રસુલાબાદ ઝુપડપટ્ટીગલી નંબર ભટાર) નામનો ગર્દુલ્લો બાળા પાસે ઘસી ગયો હતો અને તેની સાથે અશ્લીલ વાતો કરવા લાગ્યો હતો.

(5:47 pm IST)