ગુજરાત
News of Friday, 27th September 2019

અમદાવાદના ગોમતીપુરમાં રીક્ષા ચાલકની રીક્ષા ડિટેઇન થતા 18 હજારનો દંડ ફટકારવામાં આવ્યો: ચાલકે ફિનાઈલ પિતા સારવાર અર્થે ખસેડાયો

અમદાવાદ:ગોમતીપુરમાં રહેતા રિક્ષાચાલકે ટ્રાફિક પોલીસે રિક્ષા ડિટેઈન કરીને ૧૮ હજારનો દંઢ ફટકારતા ફિનાઈલ પી લીધું હતું. સારવાર અર્થે તેને એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરાયો છે.બનાવને પગલે ગોમતીપુર પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. રિક્ષાચાલકે આવકનું એકમાત્ર સાધન પોલીસે કબજે કરી લેતા આર્થિક સંકડામણને કારણે  પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો છે..

રાજપુર ગોમતીપુરમાં અશોકનગર પાસે રહેતા રાજુભાઈ ડીસોલંકી(૪૮) ૨૬ સપ્ટેમ્બરના રોજ સવારે સાત વાગ્યે ફિનાઈલ પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અંગે પોલીસને જાણ કરાતા ગોમતીપુર પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. ગોમતીપુર પોલીસ સ્ટેશનના સીનીયીર પી.આઈ.સી.બી.ટંડેલના જણાવ્યા મુજબ પુછપરછમાં રાજુભાઈએ જણાવ્યું હતું કે દોઢેક મહિના અગાઉ નવરંગપુરામાં દાદા સાહેબના પગલા પાસે ટ્રાફિક પોલીસે ટ્રાફિકના ભંગ બદલ તેને રૃ.૧૮,૦૦૦નો મેમો આપ્યો હતો.

(5:43 pm IST)