ગુજરાત
News of Friday, 27th September 2019

અરવલ્લી જિલ્લામાં હોટલોમાં ફૂડ અધિકારીની ઓળખ આપી પૈસા પડાવતા ૩ શખ્સ ઝડપાયા

હોટલ માલિકોએ પીછો કરી મોડાસા નજીકથી ત્રણે શખ્શોને લકઝુરિયસ કાર સાથે ઝડપી પાડી પોલીસને સોંપ્યા

અરવલ્લી જિલ્લામાં હાઈવે પર આવેલી હોટલોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી અને કર્મચારીના નામે તોડ કરવા પહોંચેલા એક પત્રકાર સહીત ૩ શખ્શોએ દમદાટી આપી તોડ કરતા હતા. હોટલ માલિકોને શંકા પેદા થતા તોડનો ભોગ બનેલા કેટલાક હોટલ માલિકોએ પીછો કરી મોડાસા નજીકથી ત્રણે શખ્શોને લકઝુરિયસ કાર સાથે ઝડપી પાડી શામળાજી નજીક આવેલી હોટલમાં લાવી પૂછપરછ કરતા ત્રણે શખ્શો બની બેઠેલા ફૂડ એન્ડ ડ્રગ્સના નકલી અધિકારી હોવાની જાણ થતાં ત્રણ શખ્શોને શામળાજી પોલીસને સુપ્રત કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  આ અંગે મળતી વિગત મુજબ અરવલ્લી જિલ્લામાં હાઇવે રોડ પર અનેક હોટલો ગેરકાયદેસર રીતે ધમધમી રહી છે. શામળાજી વિસ્તારમાં આવેલી હોટલમાં કહેવાતો રામભાઈ અંબાલાલ પ્રજાપતિ (રહે,અમદાવાદ), ૨)મનીષ ઉપાધ્યાય (રહે,ગાંધીનગર) અને બી.આર. નાયર (રહે,ગાંધીનગર) નામના ત્રણે શખ્શો લકઝુરિયસ કારમાં પહોંચી હોટલ માલિકોને કાયદાકીય દમદાટી આપી હોટલ પ્રમાણે ૫ થી ૨૦ હાજર રૂપિયાનો તોડ કરતા અનેક હોટલોને ટાર્ગેટ બનાવતા હોટલ માલિકોમાં ખળભળાટ મચ્યો હતો

  . ત્રણે શખ્શો નકલી હોવાની ગંધ આવતા ત્રણ- ચાર હોટલ માલિકો એકઠા થઈ ત્રણે નકલી ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને ઝડપી પાડવા વાહનમાં પીછો કરી મોડાસા નજીક ટોલપ્લાઝા પરથી ઝડપી પાડી શામળાજી નજીક એક હોટલમાં લઈ આવી તલાસી લેતા એક શખ્શ પાસેથી પત્રકારનું કાર્ડ સાથે સરકારી અધિકારીઓ ઉપયોગમાં લેતા હોય તેવા સાહિત્ય અને ફોર્મ મળી આવ્યા અને રબર સ્ટેમ્પ પણ મળી આવતા ત્રણે શખ્શોને શામળાજી પોલીસને સુપ્રત કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

(12:32 pm IST)