ગુજરાત
News of Friday, 27th September 2019

રાત્રે મેઘરાજાએ ગરબા આયોજનો પર પાણી ફેરવ્યું : GMDC ગ્રાઉન્ડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા

ભરાયેલા પાણીને કારણે ગરબા આયોજકોની ચિંતા અનેક ગણી વધી

અમદાવાદ : ગઇકાલે વરસેલા ભારે વરસાદને કારણે અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને ગરબા રસિકો તેનાથી ભારે ચિંતામાં છે. તેના કરતાં પણ વધારે ચિંતાનો માહોલ ગરબા આયોજકોમાં જોવા મળી રહ્યો છે.

  ગઇકાલે સાંજે પડેલા વરસાદ ને કારણે જીએમડીસી ગ્રાઉન્ડ વિસ્તાર માં પાણી ભરાઈ ગયા છે. અને 29 તારીખ થી શરૂ થતી નવરાત્રિની તૈયારીને આખરી ઓપ અપાય તે પહેલા પર સમગ્ર તૈયારીઓ પર પાણી ફરી વળ્યું છે

    જીએમડીસી ગ્રાઉન્ડમાં પાણી ભરતાં ત્યાં લગાવવામાં આવતા સ્ટોલ, ગરબા રમવાનો વિસ્તાર, તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે. ભરાયેલા પાણીને કારણે ગરબા આયોજકોની ચિંતા પણ અનેક ગણી બધી ગઈ છે. તો સાથે સાથે ખેલૈયાઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહયો છે.

(11:49 am IST)