ગુજરાત
News of Friday, 27th September 2019

આજે પણ ડુંગળીનો ભાવ ૬પ૦ થી ૮૦૦ બોલાયો

નવો માલ હજુ એક મહીનો મોડો આવશે : આવક વધશે તો ડુંગળીના ભાવ વધુ ઘટશે...

શરાજકોટ, તા. ર૭ : ડુંગળીએ સરકારને દોડાવતા આજે બપોરે ર વાગ્યાથી જીલ્લા પુરવઠા તંત્ર સાથે યાર્ડના ર૦ વેપારીઓની મીટીંગ છે. તેમાં મહત્વના નિર્ણયો લેવાશે.

દરમિયાન આજે સ્ટોક અંગે પૂછાણ કરતા યાર્ડના વેપારીઓના ઉમેર્યા પ્રમાણે, સ્ટોક આજે પણ  ૧II થી પોણા બે લાખ કિલોનો છે.

દરમિયાન યાર્ડમાં આજે પણ ડુંગળીના ભાવો આસમાને હતા. આજે પણ મણનો ભાવ ૬પ૦થી ૮૦૦ બોલાયો હતો, ગઇકાલ કરતા ભાવો થોડા વધ્યા છે.

છૂટક ડુંગળીનો ભાવ કિલોના રૂ. ૬૦થી ૭૦ હોવાનું રાજકોટની પ્રજાએ ઉમેર્યું હતું. ગૃહિણીઓ આટલા ભાવ જાણી દેકારો બોલાવી ગઇ છે.

રાજકોટ યાર્ડના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ રાજયભરમાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં વરસાદના કારણે માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની આવક અછી થઇ છે અને કિલોએ રૂ.ર૦થી ૪૦નો ઉછાળો આવ્યો છે. નવો માલ હજુ એક મહીનો મોડો આવશે અને જો આવક વધશે તો ડુંગળીના ભાવમાં ઘટાડો થવાની શકયતા છે.

(11:25 am IST)