ગુજરાત
News of Friday, 27th September 2019

સીધ્ધપુર તાલુકાના વિકાસ માટે ગ્રામ પંચાયતતોના આયોજન માટે તાલુકા લેવલે મીટીંગ યોજાઈ

પાટણ જિલ્લાના નાયબ જીલ્લા વિકાસ અધિકારી તેમજ  ખેતીવાડી અધિકારી  શૈલેષભાઈ  પટેલની ઉપસ્થિતિમાં તાલુકા સેવા સદન  સિધ્ધપુર મા તાલુકા ના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત વિકાસ આયોજન (GPDP) અંગે એક દિવસીય તાલીમ નુ આયોજન કરેલ હતું

  શૈલેષભાઈ પટેલ દ્વારા ગ્રામ પંચાયત વિકાસ આયોજનમાં સરપંચ અને તલાટી તથા ફ્રન્ટલાઈન વર્કર સારી રીતે ભૂમિકા ભજવી શકે તે માટે માહિતગાર કરવામાં આવ્યા અને ગ્રામ પંચાયત વિકાસ આયોજન ની પ્રક્રિયાની વિસ્તૃત માહિતી આપવા સાથે gpdp  બનાવ્યા બાદ  તેના કારણે થતાં ફાયદાઓની ચર્ચા કરી હતી

  રીલાયન્સ ફાઉન્ડેશન રાધનપુરના કાર્યકર્તા દ્વારા આપણુ ગામ આપણુ આયોજન અને આપણા ગામ ને સારૂ બનાવવા માટે આદર્શ જી પી ડી પી બનાવવા બાબતે પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર રજૂ કરવા સાથે આ પ્રક્રિયામાં થયેલા અનુભવોની  વિગતવાર  માહિતી અને માર્ગદર્શન આપેલ હતું

  રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા રાધનપુર દ્વારા તાલુકાના પાંચ ગામોમા ચાલતા ધન કચરા ના નિકાલ અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે થયેલ કામગીરીની વિડીયો ફિલ્મ બતાવી અને પંચાયત દ્વારા આવા કામો કરી બીજા ગામો ને પ્રેરણા આપવા જણાવવા સાથે રીલાયન્સ ફાઉન્ડેશન માહિતી અને માર્ગદર્શન દ્વારા સમસ્યા નિવારણ અને ગ્રામ વિકાસ માટે હંમેશા કાર્યરત છે

  આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી  તેમજ  ખેતીવાડી અધિકારીશ્રી  શૈલેષભાઈ  પટેલ સિધધપુર તાલુકા તાલુકા વિકાસ અધિકારી એજાજ રાજપુરા તાલુકા તાલુકા વિકાસ અધિકારી ગુણવંતભાઈ નાઈ ડો, રેખાબેન તાલુકા આરોગ્ય અધિકારી નાયબ તાલુકા તાલુકા વિકાસ અધિકારી સુર્યકાંતભાઈ પરમાર અને રીલાયન્સ ફાઉન્ડેશન ના વર્ષાબેન મહેતા અને વિમલભાઈ ચૌધરી સાથે 25 સરપંચ 35 તલાટીઓ વિવિધ વિભાગના 120 ફ્રન્ટલાઈન વર્કર મળી કુલ 190 જેટલા લોકો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવેલ હતો

 ( સંકલન અને રીપોટીંગ વ્રજલાલ રાજગોર ફોટો વિમલ ચૌધરી)

(6:58 pm IST)