ગુજરાત
News of Friday, 27th September 2019

અમદાવાદમાં નકલી નોટ સાથે રાજસ્થાની યુવકને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો : આરોપી વિક્રમસિંહે ચેન્નાઈથી નકલી નોટ મેળવેલી

અમદાવાદ શહેરમાંથી 500ના દરની બનાવટી ચલણી નોટો ઝડપાઈ છે. ક્રાઇમ બ્રાન્ચે બનાવટી નોટો સાથે એક આરોપીની ધરપકડ કરી સમગ્ર રેકેટની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

  જાણવા મળ્યા મુજબ નકલી ચલણી નોટો સાથે ઝડપાયેલો આરોપી વિક્રમસિંહ દહિયા મૂળ રાજસ્થાનનો વતની છે. અને અમદાવાદના બાપુનગરમાં રહે છે તેણે ચેન્નાઈથી વીસ દિવસ પહેલા આ નકલી નોટો મેળવી હતી

(10:27 pm IST)