અમદાવાદ: વસ્ત્રાપુર તળાવ નજીક કંપનીનો કર્મચારીની બે લાખ ભરેલ બેગ તફડાવી ગઠિયા છનનન....
અમદાવાદ: વસ્ત્રાપુર તળાવ પાસે ગ્રોમો ટ્રેડીંગ કંપનીનો કર્મચારી કારમાં બે કરોડ રૃપિયા ભરેલી બેગ લઈને જઈ રહ્યો હતો. દરમિયાન તે પાન ખાવા ગલ્લે ઉભા ે હતો ત્યારે આરોપી તેની આંખમાં મરચાની ભુકી નાંખીને કારમાંથી બે કરોડ ભરેલી બેગ લઈને ભાગવા લાગ્યો હતો. જોકે અહીં પેટ્રોલિંગ કરી રહેલી વસ્ત્રાપુર પોલીસે તેનો પીછો કરીને ઝડપી લીધો હતો. જાહેરમાં બનેલી લૂંટની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી.
આ બનાવની વિગત મુજબ અમદાવાદ સ્થિત ગ્રોમો ટ્રડીંગ નામની બુલિયન કંપનીના બે કર્મચારી ૨૬ જુલાઈના રોજ બપોરે કંપનીના બે કરોડ રૃપિયા વસ્ત્રાપુર તળાવ પાસે આવેલી એક બેન્કમાથી કઢાવવા ગયા હતા. દરમિયાન કંપનીનો એક કર્મચારી બેન્કમાં જ હાજર હતો જ્યારે અન્ય કર્મચારી બે કરોડ રપિયા ભરેલી બેગ લઈને આવ્યો હતો અને બેન્ક નજીક રોડ પર પાર્ક કરેલી કારમાં મુકી હતી. બીજીતરફ એક શખ્સે આ કર્મચારી આંખમાં મરચાની ભુકી નાંખતા તે સુઝબુઝ ખોઈ બેઠો હત.
બીજીતરફ આરપીએ કારનો દરવાજો ખોલીને પાછલી સીટ પર મુકેલી બે કરોડ રૃપિયા ભરેલી બેગ લુંટી લીધી હતી. બેગ લઈને તેણે કાર પાસે ઉભા રાખેલા એક્ટીવા પર બેગ મુકીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કર્મચારીએ એક્ટીવા પકડી લેતા તે બેગ સાથે નીચે પટકાયો હતો. જોકે તે બેગ મુકીને ભાગવા લાગ્યો હતો.