ગુજરાત
News of Tuesday, 27th July 2021

કોસમોસ કો-ઓપરેટીવ બેન્ક, પુનાના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં ઘનશ્યામભાઇ અમીનની નિમણુંક

 

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ, તા. ર૬ : કો-ઓપરેટીવ બેંક ઓફ ઈન્ડિયા,ન્યુ દિલ્હી તથા ગુજરાત રાજય સહકારી સંઘના ચેરમેન, ખ્યાતનામ ધારાશાસ્ત્રી અને એમીનન્ટ કો-ઓપરેટર શ્રી ઘનશ્યામભાઈ અમીનની કોસમોસ કો-ઓપરેટીવ બેંક લિ.ના BOM) એટલે કે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં તાજેતરમાં નિમણુંક કરવામાં આવેલ છે.

આર.બી.આઇ.ની ગાઈડ લાઈન મુજબ દરેક અર્બન કો-ઓપ.બેંકોએ પ્રોફેશનલ મેનેજમેન્ટ માટે અને બેકિંગ સબંધીત પ્રવૃત્તિઓ ઉપર ઘ્યાન કેન્દ્રીત કરવા માટે બોર્ડ ઓફ ડાયરેકટર ઉપરાંત બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના કરવી ફરજીયાત છે. જેમાં આર.બી.આઈ.ની ગાઈડ લાઈન મુજબ બેંકિંગ ક્ષેત્રના, સહકારી ક્ષેત્રના અનુભવી, કાયદાના તથા એકાઉન્ટન્સીનો અનુભવ ધરાવતા તજજ્ઞ અને પ્રોફેશનલ સ્કીલ ધરાવતી વ્યકિતની બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં નિમણુંક કરવાની રહે છે.

૧૫૦૦ અર્બન બેંકોમાં સેકન્ડ લાર્જેસ્ટ બેંક તરીકે જેની ગણના થાય છે તેવી કોસમોસ કો-ઓપરેટીવ બેંક કે જેની મહારાષ્ટ્ર, ગુજરાત, તામીલનાડુ, આંધ્રપ્રદેશ, દિલ્હી વિગરે રાજયોમાં શાખાઓ આવેલ છે. તેના ચુંટાયેલા બોર્ડમાંથી આર.બી.આઈ.ની ગાઈડ લાઈન મુજબ ચાલુ બોર્ડના ત્રણ તજજ્ઞ સભ્યો પૈકી બેંકના ચેરમેન તથા અન્ય બે બેંડિંગ તથા એકાઉન્ટન્સીના અનુભવી સભ્યની નિમણુંક કરેલ છે. તે ઉપરાંત બોર્ડ ઓફ ડાયરેકટર સિવાયના ત્રણ તજશોમાં ગુજરાતમાંથી શ્રી ઘનશ્યામભાઈ અમીનના કાયદાકીય ક્ષેત્ર, સહકારી ક્ષેત્ર તથા બેંકિંગ ક્ષેત્રના લાંબા ગાળાના અનુભવને ઘ્યાનમાં રાખીને તેમની નિમણૂંક કરવામાં આવી છે. અન્ય બે તજજ્ઞ પુનામાંથી એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા એક ર્ડાકટરની પસંદગી કરવામાં આવી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પણ મંજૂરીની મહોર મારેલ છે.

(2:53 pm IST)