ગુજરાત
News of Monday, 26th July 2021

રાજપીપળાના ટેકરા ફળીયા ખાતે જુગાર રમતા 4 ને રૂપિયા 22,600 ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળાના ટેકરા ફળીયામાં જુગાર રમતા શખ્સોને મુદામાલ સાથે રાજપીપળા પોલીસે ઝડપી લીધા હતા.
રાજપીપળા પોલીસે બાતમીના આધારે ટેકરા ફળીયા વિસ્તારમાં રેડ કરતા ત્યાં પાણીની ટાંકી આગળ જુગાર રમતા જુગારિયાઓમાં કલ્પેશભાઇ કનુભાઇ માછી (રહે. નવાફળીયા માછીવાડ ,રાજપીપલા) ( ૨ ) પ્રતિકભાઇ ફસમુખભાઇ ચૌહાણ( રહે.દરબાર રોડ ગાંધીખડકી રાજપીપલા ) ( 3 ) અજયભાઇ રાજુભાઇ વસાવા (રહે. ટેકરા ફળીયા નવી પાણીની ટાંકી પાસે રાજપીપલા)  અને ( ૪ ) અનિલભાઇ સંજયભાઇ વસાવા( રહે.ટેકરા ફળીયા) નાઓ જુગાર રમતા હોય પોલીસે અંગ જડતીમાંથી રોકડા રૂ .૧૬,૦૦ દાવ ઉપરના રોકડા રૂપિયા કુલ રૂ .૧૦૦૦ તથા એક મો.સા કિં.રૂ.ર૦,૦૦૦ કુલ કિ. રૂ.રર,૬૦૦નો મુદામાલ સાથે પકડાઈ જતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે

(12:08 am IST)