ગુજરાત
News of Monday, 26th July 2021

નર્મદા પોલીસની નિર્ભયા ટીમની બહેનોએ મિત્રતા કેળવી ડેડીયાપાડાથી મળેલી દીકરીનું પરીવાર સાથે મિલન કરાવવામાં સફળતા મેળવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક ચેતના ચૌધરીની સુચન પ્રમાણે કામ કરતી નિર્ભયા સ્કોડ ના ઇન્ચાર્જ પી.એસ.આઇ કે. કે. પાઠક ના નેતૃત્વમા પ્રશંસનીય કામગીરી કરી રહી છે.
 હાલમાં ડેડીયાપાડા થી એક અજાણી છોકરી ઉંમર વર્ષ 17 મળી આવી હતી પરંતુ તે છોકરી પોતાની નામ અને ગામ બતાવતી ન હતી જેથી એમના પરિવાજનો નો સંપર્ક થાય તેમ ન હતું આ છોકરીને રાજપીપળા ખાતે સખી વન સ્ટોપ સેન્ટરમાં સોંપી હતી પરંતુ ત્યાં પણ તે કશું બતાવી ન હતી ત્યાર બાદ પીએસઆઈ પાઠકે આ માટે પોલીસ અધિક્ષક ને હકીકત જણાવતા પોલીસ અધિક્ષકની સુચના પ્રમાણે નિર્ભયા સ્કોડ ના મનિષાબેન જગસીભાઇ માલકીયા તથા કવિતાબેન જીવનભાઈ જાની બંને બહેનો ને આ છોકરી પાસે પોતાની ઓળખાણ છુપાવીને રહેવા અને કાઉન્સિલિંગ કરવા માટે તૈયાર કર્યા આ બંને બહેનો તે છોકરી પાસે સવારથી રાતના દસ વાગ્યા સુધી એના રૂમમાં તેની સાથે રહી તે તેને વિશ્વાસમાં લઇ ઘનિષ્ઠ મિત્રતા બનાવી ત્યારબાદ પૂછપરછ કરતા વાતો વાતોમાં  સાચું નામ અને પિતાનું નામ શામજીભાઈ અને તેના ભાઈ નું નામ દિલીપભાઈ ગામ છલવાટા તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુર જણાવતા નિર્ભયાની બહેનો એ ઇન્ચાર્જ પી.એસ.આઇ પાઠકને  જાણ કરી હતી નસવાડી પોલીસ સ્ટેશન નો સંપર્ક કરી છલવાટા ગામના સરપંચ વિનુભાઈ જાણ કરી ત્યારે છોકરી ના ભાઈ દિલીપભાઈ  રાજપીપળા આવી સખી વન સ્ટોપ સેન્ટર ના સંચાલક મંદાબહેન પટેલ પી.એસ.આઇ પાઠક તથા નિર્ભયા સ્કોડ ના બહેનો રેખાબેન તથા પ્રભાબેન ના રૂબરૂમાં સોપેલ છે
આમ વધુ એક સરાહનીય અને પ્રશંસનીય  કામગીરી નિર્ભયા સ્કોડ એ કરી પરિવાર થી વિખુટી પડેલ છોકરીનું સુખદ મિલન કરાવ્યું હતું.

(12:01 am IST)