ગુજરાત
News of Monday, 27th July 2020

નવરાત્રી માટે સરકાર મંજૂરી આપશે કે કેમ ? મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હાલમાં શક્ય નથી

30 ઓગસ્ટ સુધી સરકાર નવરાત્રી અંગે કોઇ પણ પ્રકારની મંજૂરી નહીં

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો કહેર વધતો જાય છે રાજ્યમાં દરરોજનાં 1000થી વધારે કેસ સામે આવી રહ્યાં છે. એવામાં નવરાત્રી માટે સરકાર મંજૂરી આપશે કે કેમ તેનો ડર આયોજકોને સતાવતો હતો. આયોજકોએ ગરબાનાં આયોજનને લઇ મુખ્યમંત્રી રૂપાણી સાથે મીટિંગ યોજી હતી. જેમાં રૂપાણીએ જણાવ્યું કે, “હાલની સ્થિતિને જોતા તે શક્ય નથી લાગી રહ્યું. જો સામાન્ય સ્થિતિ થશે તો સરકાર તેની

ગરબા સંચાલકોએ મુખ્યમંત્રી રૂપાણી સાથે મુલાકાત કર્યાં બાદ નવરાત્રી અંગે નિવેદન આપ્યું હતું.ગ્રીષ્મા ત્રિવેદીએ જણાવ્યું કે, “આ વખતે ગરબાનું આયોજન યોજવું એ સંભવ નથી.આયોજકોએ નાના પાર્ટી પ્લોટમાં મર્યાદિત લોકો સાથે ગરબાની મંજૂરી માગી હતી.સરકાર 30 ઓગસ્ટ સુધી સરકાર કોઇ પણ પ્રકારની મંજૂરી નહીં આપે.30 ઓગસ્ટ બાદ પરિસ્થિતિ બદલાય તો સરકાર ગરબાનાં આયોજન અંગે વિચારણા કરશે.કોરોના અંગેની પરિસ્થિતિ બદલાશે તો કદાચ સરકાર નવરાત્રી અંગે ગાઈડલાઈન બહાર પાડશે.”

ઉલ્લેખનીય છે કે ગરબા એ ગુજરાતની ઓળખ છે.કોરોનાનાં કારણે હાલમાં દેશભરમાં કોઇ પણ તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.નવરાત્રીને લઇ કોરોના સંકટ વચ્ચે ગરબાનું આયોજન શક્ય નથી તેવું સીએમ રૂપાણીએ જણાવ્યું છે.

ગાંધીનગરમાં આજે ગરબાનાં ઓર્ગેનાઇઝરો અંગે વિજય રૂપાણી સાથે મુલાકાત કરી ગરબા યોજવા અંગે રજૂઆત કરી હતી.સીએમ રૂપાણીએ હાલની સ્થિતિને લઇ આ વખતે ગરબાનું આયોજન સંભવ નથી તેમ જણાવ્યું હતું.

(8:38 pm IST)