ગુજરાત
News of Monday, 27th July 2020

દેડીયાપાડાના યાહા મોગી ચાર રસ્તા પાસેના ગોડાઉન માંથી રોકડા રૂ.૮૨ હજારની ચોરી

ચોરી કરનાર અજાણ્યો વ્યક્તિ ચાવી બનાવવા વાળો હોવાની ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડાના યાહા મોગી ચાર રસ્તા પાસે આવેલા એક ગોડાઉન માંથી રોકડ રકમની ચોરી થવા બાબતે ફરિયાદ નોંધાઈ છે.
  પ્રાપ્ત માહિતી અનુસાર દેડીયાપાડામાં ચાહ નાસ્તાની દુકાન ધરાવતા સુબેશકુમાર કૈલાશસીંગ જાટે આપેલી ફરિયાદ મુજબ પોતાના ગોડાઉનમાં કબાટના લોકરમાં મુકેલા અંકે રૂ.૮૨,૦૦૦ હોટલના વકરાના હતા જેને એક અજાણ્યો વ્યક્તિ ચાવી બનાવાવાળો મો.સા.પર આવ્યો હોય તેણે નકલી ચાવી બનાવી ગોડાઉન ખોલી અંદર પ્રવેશ કરી લોખંડના કબાટનું તાળું ખોલી લોકરનું તાળું ખોલી લોકરમાં મુકેલ રોક્કા રૂ.૮૨,૦૦૦ની ચોરી કરી નકલી ચાવી લોકરના તાળામાં જ રહેવા દઈ કબાટ તેમજ ગોડાઉન ખુલ્લું મુકી રોકડા રૂપિયા લઈ નાશી ગયો હતો. દેડીયાપાડા પોલીસે ફરિયાદ ના આધારે અજાણ્યા ચાવી બનાવવા વાળા ની શોધખોળ આદરી છે.

(7:34 pm IST)