ગુજરાત
News of Monday, 27th July 2020

વિરમગામના શિવ મહેલ સાર્વજનિક સ્મશનના ઉદ્યાનમાં વૃક્ષારોપણ કરાયુ

માથુર વૈશ્ય શાખા સભા, મહિલા મંડળ, યુવા દળ વિરમગામ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા)વિરમગામ :અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરના ઐતિહાસીક મુનસર તળાવના કનારા પર આવેલા  શિવ મહેલ સાર્વજનિક સ્મશનના ઉદ્યાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. શિવ મહેલના ઉદ્યાનમાં માથુર વૈશ્ય શાખા સભા, મહિલા મંડળ, યુવા દળ વિરમગામના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બિરજુ ગુપ્તા, અમિત ગુપ્તા, સચિન ગુપ્તા, માલા ગુપ્તા, અનિતા ગુપ્તા, શ્વાતિ ગુપ્તા સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી.
 

(6:44 pm IST)