ગુજરાત
News of Monday, 27th July 2020

મોમ્બાસામાં દર વર્ષે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનાં દર્શનાર્થે આવતા જર્મન ભક્ત અલોઈસ વુસ્ચેમ બાપાના સ્વધામ ગમનથી અત્યંત વ્યથિત

છેલ્લા નવ વર્ષથી કેન્યાના મોમ્બાસામાં દરેક ધાર્મિક અવસરે હાજરી આપે છે: મોબાઇલ ફોનના પ્રોફાઇલ પિક્ચરમાં બાપા સાથેની તસવીર હંમેશા રાખતા જર્મન ભક્ત અલોઈસ વુસ્ચેમ

વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :યુરોપનો એક સમૃદ્દ દેશ જર્મની. જર્મની મધ્ય યુરોપીય દેશ છે.જર્મનીના દૂરના પૂર્વજો જર્મન જાતિઓ હતા, જે બ્રિટીશ, ઑસ્ટ્રિયન, સ્વીડિશ, નોર્વેજિયન, ડેનિઝ, ડચ અને આઈસલેન્ડર્સના પૂર્વજો બન્યા હતા. જર્મન લોકો જર્મન સમૂહમાં સૌથી મોટો જર્મન લોકો છે. અંદાજિત અંદાજ મુજબ, આ રાષ્ટ્રના આશરે 10 કરોડ લોકો સમગ્ર વિશ્વમાં સ્થાયી થયા છે, જેમાંથી 80% કરતા વધુ જર્મનીમાં રહે છે.
  એક સંસ્કરણ અનુસાર, તમામ સ્લેવિક ભાષાઓમાં વપરાતા "જર્મન્સ" નામ, નેમેટ્સના આદિજાતિમાંથી આવે છે, જે પ્રાચીનકાળમાં અસ્તિત્વ ધરાવે છે. ડોઇશનું સ્વ-નામ જૂના જર્મન શબ્દ "લોકો" પરથી આવે છે. મોટા ભાગના યુરોપીયન ભાષાઓમાં, જર્મનીનું નામ લેટિન શબ્દ જર્મન પરથી આવે છે.
  જર્મન પ્રજાનું ગૌરવ, જર્મન પ્રજાનું સ્વાભિમાન અને જર્મન પ્રજાની ઓળખ અનન્ય છે. જર્મનીના વંશીય પૂર્વજો હટ્સ, ગુમંડુરી, સુવે, એલેમેન અને અન્ય જાતિઓ હતા, જે હર્મીનોકી આદિવાસી જૂથોમાં એકીકૃત હતા. તેઓ બાવેરિયન, હેસિયનો, ટ્યુરિંગના પૂર્વજો હતા. હવે તે જર્મન ભાષાના પરિવારના ઑસ્ટ્રિયન અને સ્વીસ બોલતા ભાષાઓ છે. રાઈન નદી સાથેના પ્રદેશોના રહેવાસીઓની જાતિઓની જાતિઓ અન્ય આદિજાતિ જૂથ ઇસ્ટિવોનમાં બનાવવામાં આવી હતી. ત્રીજો જૂથ - ઇન્જેવન - એંગ્લોસ અને સાક્સોન્સ, બ્રિટનના ટાપુથી આવેલા ઇમિગ્રન્ટ્સ, તેમજ ફ્રીઝ અને યુટ્સથી બનાવવામાં આવ્યો હતો. તેમના મોટા ભાગના વંશજો આજે ઉત્તર જર્મનીમાં રહે છે.મોટા ભાગની વસ્તી પ્રોટેસ્ટંટ અને કેથોલિક્સ છે, અને ખ્રિસ્તી રજાઓ ઉજવે છે - ક્રિસમસ અને ઇસ્ટર. એડવેન્ટ ફેસ્ટિવલ - ઈસુ ખ્રિસ્તના વિશ્વની રાહ જોવી અને સેન્ટ નિકોલસ ડે - માત્ર જર્મન વસ્તીમાં જ ઉજવવામાં આવે છે.
 અનેક વિવિધતાઓ ધરાવતા દેશ જર્મનીથી છેલ્લા ૯ વર્ષથી અલોઈસ વુસ્ચેમ નામના ૬૪ વર્ષની ઉંમરના જર્મન ભકત મોમ્બાસા - કેન્યા આવે છે. સૌપ્રથમ વાર જ્યારે મોમ્બાસા હિંદ મહાસાગર તટે અલોઈસ વુસ્ચેમ પત્ની વાયોલેટ્ટા સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓને શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંતો તથા હરિભક્તો સંધ્યા આરતી સમયે સામૂહિક "સ્વામિનારાયણ" મહામંત્રની ધૂન કરી રહ્યા હતા તેનો નાદ સાંભળ્યો. અને તેઓ  ત્યાં એમના પત્ની સાથે દૂરથી દર્શન કરી રહ્યા. બાપાનાં દર્શન થતાં તેઓ આકર્ષાયા અને સભામાં બેઠા. દૂરથી બાપાના દર્શન કર્યા અને અલૌકિક  શાંતિની અનુભૂતિ થઈ.... અને પછી તો જ્યાં સુધી મોમ્બાસામાં વિશ્વવાત્સલ્ય મહોદધિ  આચાર્ય સ્વામીજી મહારાજ દર્શન આપતા હતા ત્યાં સુધી દરરોજ સવારે અને સાંજે આરતી દર્શન અને બાપાનાં દર્શનાર્થે  અચૂક હાજર રહેતા. આ એક વખતનો જ અવસર નહોતો પરંતુ દર વર્ષે જ્યારે જ્યારે બાપા મોમ્બાસા પધારે ત્યારે ત્યારે અચૂક દર્શન માટે ઉપસ્થિત રહેતા હતા. એમની સાથે ન કોઈ ટેલિફોનિક કે મેસેજથી ક્યારેય પણ વાતચીત થઈ નથી. અને છતાંય તેઓ મોમ્બાસા બાપાનાં દર્શનાર્થે અવશ્ય હાજર રહેતા.

  દરરોજ સવારે મંગળા આરતીના દર્શનાર્થે બધા હરિભક્તો જેમાં સભામાં વહેલાસર આવી અને બેસતા મંગળા આરતીમાં ભગવાનના દર્શન અને ત્યારબાદ હરિભક્તો દંડવત પ્રણામ કરે તો તેઓ પણ દંડવત્ પ્રણામ કરતા અને લાઈનસર હરિભક્તો સહ બાપાનાં દર્શન બે હાથ જોડી, નમસ્કાર કરીને કરતા. બાપા સંતો અને હરિભક્તોના સહવાસમાં આવતાં તેઓને વધુ આત્મીયતા દૃઢ થતી ગઈ. તેઓને સ્વામિનારાયણ સંપ્રદાયના અર્થાત્ કે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન પ્રકાશિત અંગ્રેજી સદ્ ગ્રંથો વાંચન માટે આપ્યા. ગત વર્ષે તો બાપાને પ્રાર્થના કરી વર્તમાન ધારણ કર્યા અને ગળામાં કંઠી  - માળા ધારણ કરી. છેલ્લા એક વર્ષથી સંતો ભક્તોના કોન્ટેક્ટમાં રહેવાથી તેઓને બાપા મોમ્બાસા ક્યારે પધારવાના છે તે વિષયક માહિતી પ્રાપ્ત થતી રહે છે. હમણા  બાપા મોમ્બાસા પધાર્યા ત્યારે એક અઠવાડિયા સુધી સતત સવાર અને સાંજ આરતીમાં દર્શન માટે અને બાપા સંતો ભક્તોના સત્સંગ વિષયક સમાગમ માટે અચુક - અવશ્ય સમય કાઢી અને કારણ સત્સંગની માહિતી પ્રાપ્ત કરતા હતા. તેઓને કાયમ સંભારણું રહે તેના માટે બાપાએ પ્રસન્નતાની પાઘ, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ (અંગ્રેજીમાં) આપ્યો હતો. તો વળી, રક્ષા સૂત્ર - નાડાછડી બાપાના વરદ હસ્તે હાથમાં બાંધી હતું. રક્ષાસૂત્ર - નાડાછડી છેલ્લા ત્રણ વરસથી (દર વર્ષે જ્યારે આવે ત્યારે બાંધવામાં આવે છે) તે હજુ સુધી પણ એમણે રાખી છે. અને પોતે કહે છે કે, જ્યારે જ્યારે બાપાનાં દર્શન કરું છું અને બાપાનો અભયકર માથા પર પડે છે ત્યારે મને અંતરમાં અલૌકિક શાંતિની અનુભૂતિ થાય છે. અને  રક્ષાસૂત્ર જ્યારે જ્યારે હું નિહાળું છું, દર્શન કરું છું ત્યારે મને બાપા યાદ આવે છે. બાપા જ્યારે મોમ્બાસાથી નાઈરોબી પધારી રહ્યા હતા ત્યારે તેઓ દર્શન કરી અને આંખમાં વિયોગના આંસુ આવી જવાથી ગળગળા થઈ ગયા હતા. ત્યારબાદ
  વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજે સ્વતંત્રપણે આ લોકમાંથી અંતર્ધ્યાન લીલા કરી તેના સમાચાર આ જર્મન ભક્તને મળતાં  હૃદયથી અત્યંત વ્યથિત થઈ ગયા છે. અને તેમણે બાપાએ જે જે સુખો, દર્શન, આશીર્વાદ, પ્રસાદ રક્ષા સૂત્ર વગેરે સંભારીને  પોતે રડે છે અને બાપાને પ્રાર્થના પણ કરે છે. જર્મનમાં જ્યાં પોતાનું નિવાસસ્થાન છે ત્યાં બાપા સાથેની તસવીરો પોતાના બેડરૂમની દિવાલ પર લગાવી છે અને જર્મન ભાષામાં શ્રદ્ધાંજલિ - સ્તુતિ પ્રાર્થના કરે છે.

(6:18 pm IST)