ગુજરાત
News of Monday, 27th July 2020

સુરતના ગોપીપુરા સહીત અન્ય એક જગ્યાએ ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા 16 જુગારીઓને 2.2 લાખની રોકડ સાથે ઝડપ્યા

સુરત:શહેરના ગોપીપુરા જગુવલ્લભની પોળમાં નાળ પેટે રૂ. 1200ની વસુલાત કરી ચાલતા જુગારધામ પર અઠવાલાઇન્સ પોલીસે ત્રાટકી 16 જુગારીને ઝડપી પાડી રૂ. 2.85 લાખનો અને મગદલ્લાના સુમન શ્વેત આવાસમાં ફલેટનો દરવાજા પર બહારથી ટાળું મારી અંદર ચાલતા જુગાર ધામ પર ઉમરા પોલીસે દરોડા પાડી રૂ. 2.02 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.

અઠવાલાઇન્સ પોલીસે બાતમીના આધારે, ગોપીપુરા જગુવલ્લભની પોળમાં ઘર નં. 8/2159માં દરોડા પાડયા હતા. જયાંથી ઘર માલિક ભાવેશ પંકજ જરીવાલા (રહે. કોટસફીલ રોડ, વાડી ફળિયા) ની સાંઠગાંઠમાં મનોજ નવીનચંદ્ર રેશમવાલા (રહે. 202, જય માતાજી એપાર્ટમેન્ટ, કીરપાલ મહેતાનો ખાંચો, ગોપીપુરા) દ્વારા ચલાવવામાં આવતા જુગારઘામમાંથી રાજેશ ચંપકલાલ રાણા (રહે. વચલી શેરી, નવાપુરા-ગોલવાડ), મહીમ અજય રાણા, કિરણ પ્રકાશ રાણા, સંજય નવીન રાણા, મનોજ બાબુ રાણા (રહે. રાણાવાડ, ઇન્દરપુરા), જીતેશ શૈલેષ જરીવાલા (રહે. ઘર નં. 8/113, ગોપી તળાવની સામે, ગોપીપુરા), મનીષ વસંતલાલ રાણા (રહે. એસએમસી ટેનામેન્ટ, સલાબતપુરા), કલ્પેસ કિશોર રાણા (રહે. શીવ એપાર્ટમેન્ટ, વેડ રોડ), અમીત હેમંત રાણા (રહે. પ્રિયંકા એપાર્ટમેન્ટ, ઇન્દરપુરા), પંકજ ચંદુલાલ રાણા (રહે. સત્ય સાંઇ કોમ્પ્લેક્ષ, સગરામપુરા), ગણેશ મનસુખ રાણા (રહે. એસએમસી ટેનામેન્ટ, માન દરવાજા), નીલેષ સંજય રાણા (રહે. સાંઇ રેસીડન્સી, ઉધના) અને યશ રાજેશ રાણા (રહે. મહાપ્રતામ સ્કેવર, ગોપીપુરા)ને ઝડપી પાડી રોકડા રૂા. 55,100, મોબાઇલ ફોન 16 નંગ અને 7 મોપેડ મળી રૂા. 2.85 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો

(5:26 pm IST)