ગુજરાત
News of Monday, 27th July 2020

સુરતના પાંડેસરામાં પાલિકાના સફાઈ કામદાર પર અગમ્ય કારણોસર ચપ્પુથી જીવલેણ હુમલો થતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

સુરત: મહાનગર પાલિકાના સફાઈ કામદાર પર પાંડેસરા વિસ્તારમાં ચપ્પુના સંખ્યાબંધ ધા ઝીંકી દેતા લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આજે સવારે 11 વાગ્યાના અરસામાં પાંડેસરા વિસ્તારમાં ગવલેશ નંદકિશોર ભગત નામના મહાનગરપાલિકાના સફાઇ કામદાર પર પરિચીતે ચપ્પુ અને લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો.

હુમલો કરનાર પરિચીતે લાકડાના 35થી 40 ઘા ફટકાર્યા હતા. જેને પગલે ગવલેશને લોહીલુહાણ હીલતમાં રીંગરોડની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો છે.

ઘટનાને પગલે દોડતી થયેલી પાંડેસરા પોલીસની પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

(5:20 pm IST)