ગુજરાત
News of Monday, 27th July 2020

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં પાણીના મુદ્દે તકરાર થતા મોટાભાઈઓનો નાનાભાઈ પર છરીથી જીવલેણ હુમલો

વડોદરા: ફતેપુરા પાંજરીગર મહોલ્લામાં પાણીના મુદ્દે તકરાર થતા મોટાભાઇએ નાનાભાઇ પર છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. જે અંગે સિટિ પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પાંજરીગર મહોલ્લામાં રહેતો યાકુબ  અબુબકર મેમણ પ્રિન્ટીંગ  પ્રેસમાં નોકરી કરે છે. યાકુબને ચાર ભાઇઓ છે. જેઓ ચાર માળના મકાનમાં અલગ અલગ રહે છે. છેલ્લા કેટલાક દિવસથી તેમના વિસ્તારમાં પીવાનું ગંદુ પાણી આવતું હતું. જેથી તેમને મકાનની ટાંકીમાં પાણી ભર્યુ હતું. પરંતુ ગઇકાલે ચોખ્ખુ પાણી આવતા યાકુબે અગાશી પર જઇ મેઇન કોક બંધ કરી ટાંકી ભરવા માટે મોટર ચાલુ કરી હતી

(5:18 pm IST)