ગુજરાત
News of Monday, 27th July 2020

વડોદરામાં જમીનના પૈસા બાબતે થયેલ તકરારમાં બે ભાગીદાર સામસામે આવ્યા:તલવારથી હુમલો થતા ગુનો દાખલ

વડોદરા: શહેરમાં પાંચ વર્ષ પૂર્વે થયેલા જમીનના સોદાના રૃપિયા બાબતે થયેલી તકરારમાં બે ભાગીદારે  સામસામે તલવારથી હુમલો કર્યો હતો. જે અંગે સિટિ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે

ફતેપુરા પીતાંબરપોળમાં રહેતા રાજેશ ચંદ્રકાંતભાઇ શીર્કેએ પોલીસને જણાવ્યું છે કે, પાંચ વર્ષ પૂર્વે હું અને  જીતેન્દ્ર પ્રકાશરાવ સોનવણે સાથે મળીને જમીન લે-વેચનું કામ કરતા હતા. તે સમયે એક જમીનનો સોદો થયો હતો. તે જમીનના રૃપિયા મે જીતેન્દ્ર પાસે માંગતા જીતેન્દ્રએ મને રૃપિયા આપ્યા હતા અને જમીનનો સોદો નથી થયો તેવુ જણાવતો હતો. મને રૃપિયા આપવા ના પડે તે માટે જીતેન્દ્ર મારી સાથે અવાર નવાર ઝઘડાઓ કરતો હતો. જીતેન્દ્ર સોનવણેએ તલવાર મારી મને માથામાં ઇજા પહોંચાડી હતી. જીતેન્દ્ર, જીતેન્દ્રના પિતા પ્રકાશરાવ, ભાઇ અજય તથા મિત્ર નંદુ વાસ્તેકરે મને મારી  પત્ની અને પુત્રને પણ માર માર્યો હતો

(5:17 pm IST)