ગુજરાત
News of Monday, 27th July 2020

ડીવાયએસપી જાડેજા, પીઆઇ વી. એસ. વણઝારા, પીઆઇ ડાંગર, હેડકોન્સ. બકુલભાઇ વાઘેલા ડીજીપી પ્રશંસા મેડલથી સન્માનિત થયા

રાજકોટ તા. ૨૭: દર વર્ષે જુદી જુદી કેટેગરીમાં રાષ્ટ્રપતિ ચંદ્રક માટે ગુજરાત પોલીસના અનેક કર્મચારીઓ, અધિકારીઓની પસંદગી થાય છે. આમ છતાં ગુજરાત પોલીસના જુદી-જુદી શાખાના અનેક એવા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ હોય છે જેની નોંધપાત્ર કામગીરી ધ્યાને લેવાની રહી જાય છે. આમ ન થાય એ માટે હવે ગુજરાત રાજ્યમાં પણ અન્ય છ રાજ્યોની જેમ પોલીસ તંત્રના કોઇપણ સંવર્ગના કર્મચારીઓ અને અધિકારીઓની સારી કામગીરીનું સન્માન 'ડીજીપી પ્રશંસા મેડલ'થી કરવામાં આવે છે. આ નવતર પ્રયોગ અંતર્ગત પહેલી જ વખત ગુજરાત પોલીસમાં ડીજીપી  પ્રશંસા મેડલ આપવામાં આવનારા છે.કુલ ૧૧૦ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ડીજીપી કોમેન્ડેશન ડિસ્ક એનાયત કરવામાં આવી હતી. તે અંતર્ગ આજે બપોરે બાર વાગ્યે કરાઇ પોલીસ એકેડેમી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજકોટમાં અગાઉ એસીપી તરીકે ફરજ બજાવી ચુકેલા હાલ જુનાગઢ ડીવાયએસી પ્રદિપસિંહ જાડેજા, રાજકોટના પીઆઇ વી. એસ. વણઝારા, અગાઉ રાજકોટ ફરજ બજાવી ચુકેલા હાલ કચ્છના પીઆઇ શ્રી ડાંગર તથા રાજકોટ પેરોલ ફરલો સ્કવોડના બકુલભાઇ વાઘેલાનો સમાવેશ થાય છે. તમામને પોલીસબેડા તરફથી શુભકામના મળી રહી છે.

(4:26 pm IST)