ગુજરાત
News of Monday, 27th July 2020

ટ્રેનની ટિકિટમાં પણ જોવા મળશે હવે QR CODE

રેલવે તંત્રનું વધુ એક પગલું ડિજિટલ ઇન્ડિયા તરફ : રેલવે મુસાફરી દરમ્યાન TC નહિ લે ટિકિટ હાથમાં કરશે QR CODE સ્કેન

અમદાવાદ,તા.૨૭:સામાન્ય રીતે રેલવે મુસાફરો જયારે મુસાફરી કરે છે ત્યારે ટિકિટ જોવા માટે ટીટીઇ ટિકિટ હાથમાં લઈને તેને જોતા હોય છે, અને પછી પરત મુસાફરને આપી દેતા હોય છે હાલના સમયમાં કોરોનના સંક્ર્મણ ને પગલે આ ટિકિટ હાથમાં લઇ અને એ ફરી પછી મુસાફરોના હાથમાં લેવી એ જોખમી થઇ શકે તેમ છે. ખાસ આ સમયમાં સંક્ર્મણને કાબુમાં લેવા રેલવે તંત્ર દ્વારા ડિજિટલ ઇન્ડિયા તરફ એક આવકારદાયક પગલું લેવામાં આવ્યું છે.

હવેથી રેલવે તંત્ર દ્વારા આપવામાં આવેલી ટીકૂટ માં QR કોડ મુકવામાં આવશે જે સ્કેન કરવાથી ટિકિટની માહિતી ડિજિટલી મેળવી શકાશે અમદાવાદથી જનારી દરેક ટ્રેનની ટિકિટ માં હવેથી QR CODE  જોવા મળશે હાલમાં અમદાવાદથી મુંબઈ જનારી કર્ણાવતી એકસપ્રેસ ટ્રેન માં આ QR CODE ની સુવિધા જોવા મળી છે. કોરોનાના સંક્ર્મણને રોકવા આ સેવા શરુ કરવામાં આવી છે. QR CODE  સ્કેન કરવા અંતે પણ સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવામાં આવશે જેથી રેલવે યાત્રા સુરક્ષિત કરી શકાય

હાલમાં કોરોના વાયરસને લીધે બહાર જતી વખતે અને બહારથી ઙ્ગઆવતી વખતે ખાસ કાળજી રાખવાની જરૂરિયાત રાજે છે જેમાં કોઈપણ વસ્તુને હાથમાં લીધા બાદ હાથને સેનેટાઇઝ કરવા જરૂરી બની ગયા છે. કારણ કે કે આ વાયરસ હવાથી ફેલાતો નથી પણ વસ્તુઓ ઉપર જો કોઈ સંક્રમિત વ્યકિતનો હાથ અડ્યો હોય કે પછી સંક્રમિત વ્યકિતની છીંક કે ઉધરસના લીધે તેના ડ્રોપ્લેટ્સ જે તે વસ્તુએ લાગ્યા હોય તો તેનાથી બીજી અનેક વ્યકિતને કોરોના સંક્ર્મણ થવાની શકયતા વધી જતી હોય છે.

કોરોનાના સમયમાં રેલવે મુસાફરી ખરેખર તો જીવનું જોખમ ઉભું કરવા જેવી ઙ્ગવાત છે. એવામાં મુસાફરોની સાથે રેલવે અધિકારીઓની સુરક્ષા જોવી તે પણ તંત્ર માટે એક પડકાર બની રહ્યું છે. એવામાં રેલવે તંત્ર દ્વારા તેમના કર્મચારીની સુરક્ષાના પગલે મુસાફરો સાથે સીધા સંપર્કમાં આવતા અધિકારી એટલે TTચ્ ઙ્ગતેની સુરક્ષાના પગલે હવે QR CODE થી ટિકિટ તપાસની સુવિધા ગોઠવી અપવામાં ઙ્ગઆવી છે.

રેલવે રિઝર્વેશન ટિકિટ બુક કરાવતી વખતે મુસાફરને તેના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર  SMS દ્વારા એક લિંક મોકલવામાં આવે છે આ લિંક જયારે TTE ઙ્ગટિકિટ જોવા માટે આવે ત્યારે લિંક ખોલતાની સાથે જ એક QR CODE  જોવા મળશે તેને આધારે TTE ઙ્ગમુસાફરની ટિકિટ તપાસીને તેમનું કામ પૂરું કરશેમ આ ઙ્ગQR CODE  દ્વારા મુસાફરની અન્ય માહિતી પણ મેળવી શકાશે જેમાં ટ્રેન મુસાફરી કયાં દિવસની છે, કયાં સ્ટેશનથી કયાં સ્ટેશન સુધીની મુસાફરી છે, મુસાફરના સીટ નંબર, ટ્રેન નંબર, વગેરે માહિતી આ QR CODE સ્કેન કરવાથી મળી રહેશેમ આ QR CODE  સિસ્ટમ ઓનલાઇન રિઝર્વેશન કરનારા મુસાફરો માટે પણ લાગુ કરવામાં આવી છે.

અમદાવાદ રેલવેના જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ માહિતી આપી છે કે હાલમાં કર્ણાવતી એકસપ્રેસ, આશ્રમ એકસપ્રેસ જેવી ટ્રેનો માં આ QR CODE ની સગવડ ઉભી કરવામાં આવી છે. આ સુવિધાને હાલમાં પ્લેટફોર્મ ટિકિટ માટે ઉપલબ્ધ કરવામાં આવેલ નથી આ સેવાના લીધે કોરોના સંક્ર્મણનો ગતિને કાબુમાં લેવા માટે મદદ મળી રહેશે.

(4:05 pm IST)