ગુજરાત
News of Monday, 27th July 2020

ગાંધીનગરમાં રાજભવન સામે વિરોધ પ્રદર્શન : પરેશ ધાનાણી - અમિત ચાવડા સહિત કાર્યકરોની અટકાયત

''લોકશાહી બચાવો : બંધારણબચાવો''સુત્રોચ્ચાર

તસ્વીરમાં કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો નજરે પડે છે.

રાજકોટ, તા. ર૭ :  રાજસ્થાનની કોંગ્રેસ સરકાર જેવી કાર્યક્ષમ રાજય સરકારોનેે ઉથલાવવા માટે ગંદી રમત રમી રહ્યા છે. તે ખુબ  શરમજનક છે તેવા આક્ષેપ સાથે ગુજરાત કોંગ્રેસે આજે રાજભવનની સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

કોંગ્રેસના કાર્યકરોએ લોકશાહી બચાવો બંધારણ બચાવોના સુત્રો પોકારી વાતાવરણ ગુંજવી મુકયુ હતું આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે થોડીક ઝપાઝપી પણ થઇ હતી. વિરોધ પ્રદર્શન વખતે પોલીસે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્ય ઇમરાન ખેડવાલા સહિતના કેટલાક કાર્યકરોની અટકાયત કરી છે.

અમિતભાઈ ચાવડા પ્રદેશ પ્રમુખ ના નેતૃત્વમાં રાજસ્થાન રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે કેન્દ્ર સરકારની પેરવી સામે ગુજરાત રાજયના રાજયપાલ શ્રી ને આવેદનપત્ર આપવા જતા ગાંધીનગર પોલીસે ધરપકડ કરી પોલીસ સ્ટેશને લઈ ગયા હતા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી લાઠી ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ઈમરાન ખેડાવાલા કોંગ્રેસ પક્ષના પ્રદેશ કક્ષાના મુખ્ય આગેવાનોએ ભાજપ સરકાર સામે પ્રહારો કર્યા હતાં.

(4:04 pm IST)