વલસાડ જિલ્લામાં ટ્રક ચાલકો બેફામ :અકસ્માતની ભીતિ : કાર્યવાહી કરવી જરૂરી:
સુરત રેન્જ આઇજી રાજકુમાર પાંડિયન કાર્યવાહીના આદેશ આપે તેવી આવશ્યકતા
(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લામાં મોટા વાહનચાલકો ફસ્ટ ટ્રેક પર ટ્રકો આઇસર બેફામ ગતિએ ચાલી રહ્યા છે જ્યારે હાઈવે પર અકસ્માતના અનેક લોકો ભોગ બન્યા પણ છે વલસાડ તેમજ અનેક તેમજ હાઈવે પર અનેક જિલ્લાઓમાં આ દૂષણ વધી રહ્યું છે થોડા સમય પહેલા સુરત રેન્જ આઇજી રાજકુમાર પાંડિયનને આદેશ આપ્યા હતા. જેથી ટ્રક ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી થઈ હતી. જેથી પોલીસની કાર્યવાહીથી ટ્રક ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. જ્યારે આ કાર્યવાહીથી લોકોમાં પ્રશંસાને પાત્ર બની હતી
.સુરત રેન્જ આઇજી રાજકુમાર પાંડિયન લોક પ્રશ્ન અને હંમેશા વાચા આપનાર અધિકારી છે ત્યારે તાત્કાલિક આવા વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપે તે જરૂરી બન્યું છે. બેફામ ગતિએ અનેક પરિવારો એ પોતાના પરિવાર જનો ગુમાવ્યા છે. ત્યારે પોલીસની કાર્યવાહી આ અકસ્માત રોકી શકે છે.જેથી આવા લોકોની ગતિ ધીમી અને કાયદાનું પાલન કરે તેવી લોકોની માંગ છે.