ગુજરાત
News of Monday, 27th July 2020

કપરાડા તાલુકાના નાનાપોઢા સર્કલ પર કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના સન્માનમાં કારગિલ વિજય દિવસની ઉજવણી

યુદ્ધમાં ભારતીય સેનાએ પોતાનું એવું તે શૌર્ય અને પરાક્રમ દેખાડ્યું હતું કે જેનો ઈતિહાસમાં કોઈ મુકાબલો નથી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :)કારગિલ વિજયને આજે 21 વર્ષ પૂરા થતા માજી સૈનિકો ખુશાલ વાઢું , કિરણભાઈ જાદવ , પંકજભાઈ બિરારી ,મહેશભાઈ ચૌધરી ,રસિકભાઈ ગાંવિત ગ્રામજનો દ્વારા વિજય દિવસ ઉજવણી કરી સમગ્ર દેશને ગર્વ,  શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.યુદ્ધમાં ભારતીય સેનાએ પોતાનું એવું તે શૌર્ય અને પરાક્રમ દેખાડ્યું હતું કે જેનો ઈતિહાસમાં કોઈ મુકાબલો નથી. દુશ્મને જે પર્વતની ટોચ પર કબ્જો જમાવ્યો હતો ત્યાંથીપાકિસ્તાનના સૈનિકોનો ખાત્મો  કરીને તે પહાડો પર કબ્જો જમાવવો કેટલો મુશ્કેલ રહ્યો હશે તેનો તો આપણે ફક્ત અંદાજો જ લગાવી શકીએ છીએ. આથી આજના દિવસે સમગ્ર દેશ તે અમર જવાનોને સલામ કરે છે, શ્રદ્ધાંજલિ આપે છે તેઓ કારગિલમાં શહીદ થયા હતાં. દેશ આજે વિજય પર્વ મનાવી રહ્યો છે.

(8:37 pm IST)