ગુજરાત
News of Monday, 27th July 2020

સાપુતારા માલેગામના ઘાટ માર્ગમાં રાજકોટના દંપતીને અકસ્માત : પત્નીનું મોત : પતિ જીતેશ મેઘાણી ગંભીર

કારનો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો

સાપુતારા માલેગામના ઘાટ માર્ગમાં રાજકોટથી સાપુતારા સાહેલગાહે આવેલ દંપતિ સાપુતારાથી પરત ફરતા પોતાની કારનો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં મહિલાનું મોત નીપજયું હતું.

મળતી માહિતી મુજબ રાજકોટથી ફરવા આવેલ દંપતિને સાપુતારાના ઘાટમાં અકસ્માત નડતા એક મહિલાનું મોત નીપજ્યું હતું રાજકોટથી ફરવા આવેલ દંપતિ જે પોતાની આઈ ટેન ગાડી નંબર gj-03-HR-3057 નો સ્ટેરીંગ ઉપરનો પરનો કાબુ ગુમાવતા માર્ગમાં આવેલ સંરક્ષણ દીવાલ સાથે ધડાકાભેર ભટકાતા ઘટનાસ્થળે પત્નીનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું જ્યારે તેમનો પતિ જીતેશ વાલજી મેઘાણી ( ઉ,વ, 42 ) (  રહે રાજકોટ) ને ગંભીર ઇજા પહોંચતા સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

 અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ થઈ જવા પામ્યો હતો. ઘટના ની જાણ સાપુતારા પોલીસ સ્ટેશનમાં થતા પીએસઆઈ એમ.એલ.ડામોર સ્થળે પહોંચી જઈ મૃતક મહિલાની લાશને પીએમ માટે સામગાહન સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી દઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:43 pm IST)