ગુજરાત
News of Monday, 27th July 2020

મહેસાણા જિલ્લામાં કોરોનાના વધુ 19 કેસ નોંધાયા: કુલ કેસની સંખ્યા 263 એ પહોંચી

નવા કેસ 8 મહેસાણા તાલુકામાં , 6 કડી તાલુકામાં , 4 વિસનગર તાલુકામાં , 1 જોટાણા તાલુકામાં નોંધાયા

મહેસાણા જિલ્લામાં સતત કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે આજે મહેસાણા જિલ્લામાં આજે 19 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે ફફત 3 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 9 શહેરી વિસ્તારમાં, 10 ગ્રામ્ય વિસ્તારમાં કેસ આજે નોંધાયા છે જિલ્લામાં હાલ કુલ 263 કેસ એક્ટિવ છે જયારે જિલ્લામાં 140 સેમ્પલનું પરિણામ પેન્ડિંગ છે નવા કેસ 8 મહેસાણા તાલુકામાં , 6 કડી તાલુકામાં , 4 વિસનગર તાલુકામાં , 1 જોટાણા તાલુકામાં નવા કેસ નોંધાયા હતા.

 

(11:38 pm IST)