ગુજરાત
News of Monday, 27th July 2020

પંચમહાલના શહેરામાં કોંગ્રેસ છોડી 200થી વધુ કાર્યકરો સાથે અગ્રણી નેતાઓ ભાજપમાં જોડાયા

ઉત્સાહના અતિરેકમાં ટોળું એકઠું થયું :સોસીયલ ડિસ્ટનસિંગના ઉડ્યા ધજાગરા

ગોધરા :શહેરાની તરસંગ તાલુકા પંચાયત બેઠકના સભ્ય દિલીપસિંહ સોલંકી ૨૦૦ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે શહેરા બીજેપી કાર્યાલય ખાતે આવેલ આવેલા કોંગ્રેસના કાર્યકર્તા ઓને બીજેપીનો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર કાર્યક્રમમાં ઉત્સાહના અતિરેકમાં ટોળું એકઠું થયું હતું  સોસીયલ ડિસ્ટનસિંગના  ધજાગરા ઉડ્યા હતા

 

(9:53 pm IST)