ગુજરાત
News of Monday, 27th July 2020

અરવલ્લીમાં કોરોનાના વધુ 4 કેસ સાથે જિલ્લામાં કુલ આંકડો 318 પર પહોંચ્યો

કોરોનાનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રસરતા લોકોમાં ફફડાટ

અરવલ્લી જિલ્લામાં વધુ ૪ નવા પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંક 318 પર પહોંચ્યો છે. રવિવારના રોજ અરવલ્લીમાંથી ૪ કોરોના પોઝીટીવ દર્દીઓ મળી આવ્યા છે. જિલ્લામાં રોજે રોજ કોરોનાનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રસરતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

અરવલ્લીમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રવિવારે મોડાસાના પાલનપુરના ઠાકોરવાસમાં ૩૮ વર્ષિય યુવક, મધુવન સોસાયટીમાં ૪૧ વર્ષિય પુરુષ, મોદીની ખડકી ગાંધીવાડા વિસ્તારમાં ૬૫ વર્ષિય મહિલા અને માલપુરની બ્રાહ્મણવાડી પાછળના વિસ્તારમાં ૭૦ વર્ષિય પુરુષ કોરોનાગ્રસ્ત બન્યા હતા. તમામ કોરોના પોઝેટીવ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરી સઘન સારવાર હાથ ધરી હતી. મોડાસામાં વધુ કોરોનાના પોઝીટીવ કેસો નોંધાતા સ્થાનિક પાલિકા તંત્ર, પંચાયત તેમજ આરોગ્ય તંત્રની ટીમો જે-તે વિસ્તારમાં પહોંચી ગઈ હતી અને કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને કોરોન્ટાઈન કરી તબીબી પરીક્ષણ હાથ ધરી સમગ્ર વિસ્તારને સેનીટાઈઝ કરવાની કામગીરી હાથ ધરી હતી.

(9:42 pm IST)