ગુજરાત
News of Monday, 27th July 2020

સાંજ સુધીમાં રાજ્યના 42 તાલુકાઓમાં વરસાદ : અમરેલીના વડીયામાં 3 ઇંચ ખાબક્યો

રાજકોટ, પોરબંદર, દ્વારકા અને વલસાડમાં નોંધપાત્ર વરસાદ

ગાંધીનગર: રાજ્યમાં સવારે 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં 42 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. અમરેલીના વડિયામાં સૌથી વધુ 2.83 ઈંચ વરસાદ નોંધાયો છે. અમરેલીના વડિયામાં ધોધમાર વરસાદના કારણે બજાર, મુખ્ય રસ્તાઓ, હોસ્પિટલ પરિસરમાં પાણી ભરાયા હતા. રાજકોટ, પોરબંદર, દ્વારકા અને વલસાડમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

(9:31 pm IST)