ગુજરાત
News of Monday, 27th June 2022

રાજ્યમાં મેઘમહેર : રાજ્યના 40 તાલુકામાં નોંધપાત્ર વરસાદ તેમજ 40 તાલુકામાં 1થી પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ : સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો

દાહોદના ફતેપુરમાં દોઢ ઇંચ વરસાદ : રાજકોટ શહેરમાં 1 ઇંચ જ્યારે બનાસકાંઠા જિલ્લામાં 1 ઇંચ વરસાદ નોંધાયો

આજે બદલાયેલ વાતાવરણ બાદ અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં રાજ્યના 40 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. તેમજ 40 તાલુકામાં 1થી પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.

જ્યારે વલસાડના ધરમપુરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે તાપીના સોનગઢમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દાહોદના ફતેપુરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ રાજકોટ શહેરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.

(1:29 am IST)