ગુજરાત
News of Monday, 27th June 2022

ભરૂચ જિલ્લાના માતર ગામે વૃધ્ધને લિફટ આપવાના બહાને ગામના શખ્સે લુંટી લીધા ઃ માતર ગામના ભેજાબાજે વૃદ્ધાને લૂંટવાનો કારસો રચ્યો હતો

પોલીસે આરોપીને ઝડપી લીધો

લૂંટના ગુન્હાને અંજામ આપવા આરોપીઓ અવનવી તરકીબ અપનાવતા હોય છે. તેવી જ એક લૂંટની ઘટના ભરૂચ જિલ્લાના માતર ગામે પ્રકાસમાં આવી હતી.

જેમાં વૃદ્ધાને લિફ્ટ આપવાના બહાને તેના જ ગામના શખ્સોએ લૂંટી લીધી હતી. માતર ગામના જ ભેજાબાજ શખ્સે વૃદ્ધાને લૂંટવાનો કારસો રચ્યો હતો. વૃદ્ધા પગપાળા જતા હતા. તે વેળાએ આરોપી હિતેષ પરમારે ત્યાં આવી વૃદ્ધાને લિફ્ટ આપી પોતાની ગાડીમાં બસાડ્યા હતા. ત્યારબાદ આગળ જઈ વૃદ્ધને ધાક-ધમકી આપી તેમની પાસે રહેલ દાગીના અને પર્સમાં રાખેલી રોકડની લૂંટ ચલાવી આરોપી નાશી છૂટયો હતો.

આ મામલે વૃદ્ધાએ પોતાના પરિવારજનોને સમગ્ર ઘટનાની હકીકત જણાવી હતી. ત્યારબાદ પરિવારજનો આમોદ પોલીસ મથકે દોડી ગયા હતા જ્યાં આરોપી હિતેષ પરમાર સામે લૂંટ અંગેની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદને લઈને આરોપીને દબોચી લેવા પોલીસે ટીમ બનાવી તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો. જેમાં આરોપી સુધી પહોંચવામાં પોલીસને સફળતા સાંપડી હતી અને આમોદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લઈ તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

તાજેતરમાં એટલે કે એક માસ આગઉ અમરેલી જીલ્લાના રાજુલાના વાવેરા ગામે લૂંટની આવી જ ઘટના પ્રકાસમાં આવી હતી.જેમાં વીજપડી-રાજુલા રોડ પરથી વૃદ્ધ ખેડૂત રાઘવભાઈ કાળાભાઇ કાછડ પોતાના ઘર તરફ જતા હતા. આ દરમિયાન અજાણ્યા ત્રણ આરોપીઓ એક સફેદ કલરની ફોરવ્હીલ ગાડી લઇ વૃદ્ધ પાસે આવી વૃદ્ધને ગાડીમાં બેસી જાવ તમારે ક્યા જવુ છે? જેથી વૃદ્ધ ફોરવ્હીલ ગાડીમા બેસી ગયા હતા અને ત્યારબાદ આગળ જઈ વૃદ્ધએ કાર ચાલકને ઉતારવાનું કહ્યું હતું. અને ખેડૂત ગાડીનો દરવાજો ખોલી નીચે ઉતરવા જતા કારમાં બેસેલા અન્ય એક આરોપીએ વૃધ્ધે પહેરેલ ખમીસમાંના એક સરખા સોનાના ત્રણ બટન વજન આશરે 09 ગ્રામ કિ.36,000 ની આંચકી ઝુંટવી લઇ અને વૃદ્ધને ધકકો મારી અને કાર લઈને નાસી છૂટ્યા હતા. જે અંગેની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.

 

(10:37 pm IST)