ગુજરાત
News of Monday, 27th June 2022

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના કિનારે જુગાર રમતા 15 શખ્સોને પોલીસે 71 હજારની રોકડ સાથે ઝડપ્યા

વડોદરા: સયાજીગંજ વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના કિનારે તેમજ  અજબડી મિલના કંપાઉન્ડમાં જુગાર રમતા ૧૫ જુગારીઓેને  પોલીસે ઝડપી પાડી ૭૧ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો છે. 

ડીસીબી પોલીસને માહિતી મળી હતી  કે,વિશ્વામિત્રી નદીના કિનારે દર્શનમ સેન્ટ્રલ  પાર્ક પાછળ કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે.જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે દરોડો  પાડીને ૧૧ જુગારીઓને ઝડપી પાડયા હતા.જેમાં (૧)દિલીપસિંહ ગુમાનસિંહ રાઠોડ (૨) ઝહિર ફતેસિંહ રાણા (૩) શૈલેષ રાવાભાઇ રાજપૂત (૪) સુનિલ કાંતિભાઇ સોલંકી (૫) વિમલેશ દત્તુરાવ કાળે (૬) નિલેશ ગણપતરાવ સેડંગે (૭)કલ્પેશ કાળીદાસ માળી (૮)ચિરાગ રાજેશભાઇ માળી (૯)જયદિપસિંહ ભાવસિંહ મહીડા (૧૦) વિઠ્ઠલ  કાશીરામ ઉત્તેકર (૧૧) વિશાલ રમેશભાઇ જોગી (તમામ  રહે.પરશુરામનો ભઠ્ઠો, સયાજીગંજ)નો સમાવેશ થાય છે.પોલીસે જુગારીઓ પાસેથી ૬૧,૭૨૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે.

જ્યારે અન્ય એક બનાવમાં પાણીગેટ  પોલીસે અજબડી મિલના કંપાઉન્ડમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા (૧) સઇદુલ મહંમદસફી શેખ (૨) અયાઝુદ્દીન નસરૃદ્દીન સૈયદ (૩) મહંમદ સાજીદ સલીમભાઇ અરબ (તમામ રહે.અજબડી મિલ પાસે,પાણીગેટ ) તથા ફૈઝલ ફારૃકભાઇ (રહે.આઇશા કોમ્પલેક્સ, યાકુતપુરા)ને ઝડપી પાડયા હતા.પોલીસે જુગારીઓ  પાસેથી કુલ રૃપિયા૧૦,૮૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો.

(6:25 pm IST)