News of Monday, 27th June 2022
વડોદરાના ગોરવા વિસ્તારમાં મધ્યરાત્રીએ પોલીસે એક કારમાંથી ત્રણ શખ્સોને નશાની હાલતમાં ઝડપી પાડ્યા
વડોદરા: ગોરવા વિસ્તારમાં ગઈ મધરાતે પોલીસે એક કારમાંથી ત્રણ જણાને નશામાં ચકચૂર હાલતમાં ઝડપી પાડયા હતા.
ગોરવા પોલીસ ગઈ રાતે પેટ્રોલિંગમાં હતી અને વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન દશામાના મંદિર પાસે સુભાનપુરા તરફથી આવી રહેલી એક કાર શંકાસ્પદ જણાતા પોલીસે કારને આંતરી હતી.
પોલીસે કારચાલક મહેન્દ્ર સોમાભાઈ રોહિત અવધ રેસીડેન્સી છાણી ગુરૂદ્વારા પાસે, મોહમ્મદ અનિશ અજમતુલ્લા મલેક અને મુસ્તુફા અનવરભાઇ રાજ (બંને રહે.ફૂલવાડી,નવાયાર્ડ ડી કેબીન પાસે) ને તપાસતા ત્રણેય જણા દારૂના નશામાં જણાઈ આવ્યા હતા. જેથી પોલીસે ત્રણેય સામે દારૂ બંધીના ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
(6:24 pm IST)