ગુજરાત
News of Monday, 27th June 2022

માતર તાલુકાના વણસર ગામની સીમમાં ફાર્મ પર પોલીસે દરોડા પાડી આઠ જુગારીઓની ધરપકડ કરી

નડિયાદ : માતર તાલુકાના વણસર ગામની સીમમાં લખાણી ફાર્મ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા આઠ જુગારીઓને ઝડપી પાડયા હતા. પોલીસે સ્થળ પરથી દાવ પર મુકેલ રકમ, અંગજડતી રકમ, એક રિક્ષા, એક કાર તથા મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૨,૮૩,૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અમદાવાદના હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે માતર તાલુકાના વણસર ગામની સીમમાં એક ફાર્મ આવેલું છે. આ ફાર્મમાં આવેલા રૂમમાં કેટલાક શખ્સો પત્તા પાનાનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી માતર પો. સ. ઇ. એમ. એસ. અસારીને મળી હતી. જે સંદર્ભે પોલીસે દરોડો પાડી જુગાર રમતા સાજીદ મુશ્તાક અહેમદ જોધપુરાવાલા, ઇમરાન યાસીનભાઈ છીપા, સાજીદ હાજી મહંમદ સમશીર, મહંમદ સલીમ ફરીદ ભાઈ નવસેરવાલા, સોહેબ ઇબ્રાહીમભાઇ રીંછડી વાલા, અલ્ફા અહેમદ જાહિદ હુસેન અલ્લાવાલા, ઝાકીર હુસેન મોહમ્મદ શરીફ રંગરેજ, વસીમ જાહિદ હુસેન અલ્લાહ વાણને ઝડપી પાડયા હતા. પોલીસે સ્થળ  પરથી અંગજડતી ની રકમ ૫૫,૪૮૦, દાવ પરના ૧૫,૮૨૦, ૧ સી.એન.જી રીક્ષા, ૧ વેગેનાર ગાડી, મોબાઇલ ફોન નંગ ૯ મળી કુલ રૂ. ૨,૮૩,૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ સંદર્ભે માતર પોલીસે નવ જુગારીયાઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:20 pm IST)