ગુજરાત
News of Monday, 27th June 2022

ચિલોડા પોલીસે મોટી શિહોલીના ઈન્દીરાનગરીમાં દરોડા પાડી સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમતા પાંચ શકુનિઓને ઝડપી જેલ હવાલે કર્યા

ગાંધીનગર :  ચિલોડા પોલીસે મોટી શિહોલીના ઇન્દીરાનગરમાં દરોડો પાડીને સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી લીધા હતા તેમની પાસેથી રોકડ અને મોબાઇલ મળીને કુલ ૫૪ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્યવિસ્તારોમાં જુગારની બદી ખુબ જ ફુલી ફાલી છે તેવી સ્થિતિમાં પોલીસ દ્વારા પણ આ જુગારધામ તથા છુટક તિનપત્તીનો જુગાર રમતા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને ખેલીઓ ખેતરમાં બોર ઉપર બાજી પાડીને બેઠા હોય છે ત્યારે ચિલોડા પોલસની ટીમે પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મોટી શિહોલી ગામના ઇન્દીરાનગરમાં કેટલાક શખ્સો તિનપત્તીનો જુગાર રમી રહ્યા છે જે બાતમીના પગલે પોલસે દરોડો પાડીને શિહોલી ગામમાં રહેતા અશોકજી શનાજી ઠાકોર, ખોડાજી ભિખાજી ઠાકોર, જેણાજી ઉદાજી ઠાકોર, અજય રણછોડજી ઠાકોર અને મનોજ જશુજી ઠાકોરને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ૩૪ હજારની રોકડ અને મોબાઇલ મળીને ૫૪ હજાર ઉપરાંતનો કબ્જે કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(6:18 pm IST)